spot_img
HomeGujarat2021માં મંજુર થયેલા જોષીપુરા ઓવરબ્રીજ માટે મનપાએ ટેન્ડર માટે મંજુરી આપી

2021માં મંજુર થયેલા જોષીપુરા ઓવરબ્રીજ માટે મનપાએ ટેન્ડર માટે મંજુરી આપી

spot_img

સિટી કવરેજ ટીમ ડિજિટલ
citycoverage.in

  • ચુંટણી નજીક આવતા ઝડપભેર નિર્ણય
  • ટૂંક સમયમાં કામગીરી શરુ થાય એવા પ્રયાસનો દાવો
  • “”સવાલ એ છે કે કોર્પોરેશન પાસે ક્વોલિફાઇડ એન્જિનિયરો જ નથી. રેલેવે તો બનાવવાની નથી. બનાવવાની કોર્પોરેશન ને જ. જે આખા પ્રોજેક્ટની મોનીટરીંગ કરી શકે.”

ચુંટણી આવી… ચુંટણી આવી… એટલે કોથળામાંથી આ વખતે મનપા ફરી એક વખત જોષીપુરા ઓવરબ્રીજનો મુદ્દો બહાર કાઢ્યો છે. જો કે આ જોષીપુરા ઓવરબ્રીજની મંજૂરી 2021માં જ રેલ્વે તરફથી મળી ગઈ હતી. તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢના બે મહત્વના ઓવરબ્રીજ બસ સ્ટેશન અને જોષીપુરા માટે 88 કરોડ મંજુર કર્યા હતા. વિજય રૂપાણીએ જોષીપુરા ઓવરબ્રીજ માટે જમીનની મંજુરી પણ આપી હતી. અને તત્કાલીન નાયબ મુખ્યમત્રી નીતિન પટેલે પણ 27 જાન્યુઆરી 2021ના રોજ જોષીપુરા ફાટક દુર કરવા માટે જરુરી 1190 ચોરસ મીટરની જમીન આપવા માટેની સૈદ્ધાંતિક મંજુરી આપી દીધી હતી. અને આ માટે જે તે વિભાગના અધિકારીઓને આ જમીન વહેલી તકે સુપ્રત થાય તે માટે કાર્યવાહી કરવા સુચના પણ કરી દેવામાં આવી હતી.

જૂનાગઢના અગ્રણી સામાજિક કાર્યકર અમૃત દેસાઈ જણાવે છે કે જોષીપુરા ઓવરબ્રીજ માટે ડીઝાઇન પણ થઇ ગઈ હતી, જમીન સંપાદન પણ ક્યારનું થઇ ગયું છે. તેના નાણા પણ ફાળવવામાં આવ્યા હતા. પણ કોર્પોરેશનના લેવલ ઉપર અટકી ગયું હતો. તથા ચુંટણી નજીક આવતા સ્ટેન્ડિંગમાં પાસ કરી દેવામાં આવ્યું છે.

પણ જૂનાગઢ મનપા દ્વારા ઓવરબ્રીજની ડીઝાઇનમાં ફેરફારના લીધે પ્રોજેક્ટ મોડો થયો છે. પહેલા આ ઓવરબ્રીજ ડિઝાઇન અંગ્રેજી વર્ણના “H” આકારનો હતો. અહીંથી ગાંધી ચોક અને રેલ્વે સ્ટેશન ઉતરે અને બસસ્ટેશન અને સરદાર બાગ ઉતરી જાય. એમાં બજેટ ખુબ વધી જતું હતું તેમાં ફેરફાર કરીને અંગ્રેજી વર્ણના “S” આકારનો બ્રીજ બનાવવામાં આવશે.જે ગાંધી ચોકથી શરુ થાય અને જીલ્લા પંચાયતની ખંઢેર પડેલી જમીન તેમાં આવરી લેવામાં આવશે. આ જમીનનું સંપાદન પણ દોઢ વર્ષ પહેલા થઇ ચૂક્યું છે. એમાં પંકજ બંગલાની જમીન, જીલ્લા પંચાયતની જમીન અને અત્યારે LCBની સાઈડની જમીન આવી જશે.

સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા જણાવે છે કે ગઈકાલે જૂનાગઢ મનપા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં આશરે રકમ 68 કરોડનું જોષીપરા રેલવે ઓવરબ્રિજનું કામ હાથ ધરવા માટે ટેન્ડર બહાર પાડવા માટેની દરખાસ્ત રજૂ થયેલ. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપની સરકાર જૂનાગઢના વિકાસ માટે પૂર્ણ ચિંતિત છે, રેલવે વિભાગ દ્વારા જોષીપરા ઓવરબ્રિજ માટે જરૂરી મંજૂરી મળતા મળેલી સ્થાયી સમિતિમાં આ કામગીરી હાથ ધરવા માટે આશરે રૂપિયા 68 કરોડનું ટેન્ડર બહાર પાડવા માટે દરખાસ્ત રજૂ થયેલ છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular