- ઢાંકણાની ચારેકોર કોઈ માર્ક, રેડીયમ કે એલર્ટ રિબન પણ નહોતી
જૂનાગઢ મહાનગર પાલીકાની ઘોર બેદરકારીએ પૈડા મોહિત કુમાર દીપકભાઈ નામક આશાસ્પદ યુવાનનો ભોગ લીધો છે. મનપાની ઘોરબેદરકારીનાં કારણે એક માતા પિતાએ લાડલો અને બહેને વીર ગુમાવ્યો છે. જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર ગટરનાં ઢાંકણાનાં કારણે અકસ્માત થયો હતો. જેમાં પૈડા મોહિત કુમાર દીપકભાઈ નામના યુવાનને ગંભીર ઇજા થઇ હતી. જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાતા યુવાને અંતે દમ તોડયો હતો. પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં મોત નથી, પણ મનપાની ઘોરબેદરકારીનું પરિણામ છે. સઅપરાધ માનવ વધ છે. ચોખા શબ્દોમાં કહીએ તે મનપાએ યુવાનની હત્યા કરી છે.
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢના ઝાંઝરડા રોડનું કામ ચાલી રહ્યું છે. રોડનાં લેવલ કરતાં ગટરનાં ઢાંકણાં ઉપર છે. જેના કારણે અકસ્માતના બનાવ બની રહ્યા છે. બે દિવસ પહેલા ઝાંઝરડા રોડ પર સાંઇ મંદિર સામે અકસ્માત સર્જાયો હતો. ગટરના ઢાંકણા સાથે અથડાતા યુવાન ફંગોડાઇ ગયો હતો.
પૈડા મોહિત કુમાર દીપકભાઈ નામનો યુવાન પરિક્ષા માટે વાંચન માટે હરિઓમ નગરમાં મિત્રનાં ઘરે જતો હતા, ત્યારે અકસ્માત થયો હતા. જેમાં યુવાનને ગંભીર ઇજા થઇ હતી. 108ની મદદથી યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. કે.જે. મલ્ટિહોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. તેમ જ બ્રેઇન સર્જરી કરાઇ હતી. સારવાર દરમ્યાન હોસ્પિટલના બેસ્ટ ડોકટર્સની ટીમ બચાવવા ખૂબ પ્રયાસ કર્યો પરંતુ અંતે યુવાને દમ તોડ્યો હતો.
પૈડા મોહિત કુમાર જૂનાગઢની નોબેલ યુનિવર્સિટીમાં મેકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા હતો. મોહિતના પિતા દીપકભાઈ સુનારી કામ કરે છે અને પરિવારમાં માતા પિતા અને એક બહેન છે. મોહિતના મૃત્યુથી પરીવાર ઉપર વજ્રઘાત થયો છે.
જૂનાગઢ મહાનગર પાલીકાની બેદરકારીનું આ પરિણામ છે. મનપાનાં નિંદ્રાધિન અધિકારીઓ અને પદાધિકારી લોકોના મોતનો તમાશો જોઇ રહ્યાં છે. આ અકસ્માતમાં મોત નથી સઅપરાધ વધ છે. મનપા તંત્રે યુવાનની હત્યા કરી છે.