બાળક હોય કે પુખ્ત દરેકને કસ્ટર્ડ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. કસ્ટર્ડ ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ સારું છે. આ જ કારણ છે કે બાળકો આખો સમય તેને ખાવા તૈયાર બેઠા હોય છે. જો તમારા બાળકો કસ્ટર્ડ ખાવાની ડિમાન્ડ કરવા લાગે અને તમને ખબર પડે કે ઘરમાં કસ્ટર્ડ ખતમ થઈ ગયું છે, તો ટેન્શનથી દૂર રહો અને આ ટિપ્સની મદદથી પળવારમાં ઘરે જ કસ્ટર્ડ પાવડર બનાવી લો.
કસ્ટર્ડ પાવડર બનાવવા માટેની સામગ્રી-
- ¼ કપ આઈસિંગ સુગર
- 1 કપ મિલ્ક પાવડર
- ½ કપ કોર્ન સ્ટાર્ચ
- 1 ચમચી વેનીલા પાવડર
- ⅛ tsp પીળો ફૂડ કલર
કસ્ટર્ડ પાવડર બનાવવાની રીત-
કસ્ટર્ડ પાઉડર બનાવવા માટે સૌપ્રથમ એક મધ્યમ કદના મિક્સિંગ બાઉલમાં આઈસિંગ સુગર, મિલ્ક પાવડર, કોર્ન સ્ટાર્ચ, વેનીલા પાવડર અને પીળો ફૂડ કલર નાખીને હલાવીને અથવા ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લો. જો તમારી પાસે વેનીલા પાવડર ઉપલબ્ધ નથી, તો તમે તેને છોડી પણ શકો છો. તેના બદલે, કસ્ટર્ડ બનાવતી વખતે થોડો વેનીલા અર્ક ઉમેરો. હવે આ મિશ્રણને સ્વચ્છ અને સૂકા કાચની બરણીમાં મૂકો અને તેને ઠંડી અને સૂકી જગ્યાએ રાખો.