spot_img
HomeGujaratમહેસાણામાં દૂધના ટેન્કરે રિક્ષાને મારી ટક્કર, ચાર લોકોના મોત

મહેસાણામાં દૂધના ટેન્કરે રિક્ષાને મારી ટક્કર, ચાર લોકોના મોત

spot_img

ગુજરાતના મહેસાણા જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. ગોથરા ગામ પાસે દૂધના ટેન્કર અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો.

કેવી રીતે થયો અકસ્માત?
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના કટીવાસ ગામના રહેવાસી 22 વર્ષીય ધનજીભાઈ ગમાર તેમના પરિવારના સભ્યો સાથે દિવાળીની ખરીદી માટે તેમની રિક્ષા લઈને સતલાસણા ગયા હતા. અહીંથી તેઓ શનિવારે બપોરે પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. દરમિયાન સતલાસણા ગોથરા પાસે રિક્ષા પુલ ક્રોસ કરી રહી હતી ત્યારે સામેથી આવતા દૂધના ટેન્કરે તેને ટક્કર મારી હતી.

20 perish in Peki car crash | Pulse Ghana

રિક્ષા પલટી જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું
આ અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષા પલટી ગઈ હતી, જેના કારણે ધનજીભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તે જ સમયે, અન્ય લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા
40 વર્ષના ઠાકોર સીતાબેન અને 18 વર્ષના મનુભાઈ ગમારનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. અહી મોડી રાત્રે રાયસાભાઇ ગમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ રીતે અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા.

કાટીવાસ ગામમાં શોકની છાયા
ચાર લોકોના મોતથી કાટીવાસ ગામમાં શોકની લાગણી ફેલાઇ હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. આગળની કાર્યવાહી ચાલુ છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular