હરિયાણાના અંબાલા જિલ્લામાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં મા વૈષ્ણોદેવીના 7 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. 15 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મિની બસના આગળનો ભાગનો કચ્ચણઘાણ નીકળી ગયો
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મોહડા ગામ પાસે અકસ્માત ભયાનક અકસ્માત થયો હતો. મિની બસમાં લગભગ 25 લોકો સવાર હતા જેમાંથી 7 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
મા વૈષ્ણાદેવીના દર્શન કરવા જતાં ઉત્તર પ્રદેશના બુલંદશહરના શ્રદ્ધાળુઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે મિની બસના આગળનો ભાગનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો. પોલીસને આશંકા છે કે અકસ્માત વધુ સ્પીડના કારણે થયો હોઈ શકે છે.
મૃતકમાં 6 મહિનાની બાળકીનો પણ સમાવેશ
જે સાતના મૃત્યું થયા છે તેમા એક 6 મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. રાહદારીઓ અને પોલીસની ટીમે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. અંબાલા-દિલ્હી-જમ્મુ નેશનલ હાઈવે પર ટ્રાવેલર (મિની બસ) અને ટ્રકની ટક્કરને કારણે આ ભીષણ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. અંબાલા પોલીસે ક્ષતિગ્રસ્ત મિની બસ અને મૃતદેહનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.