વારિસ પંજાબ દે સંગઠનના વડા અને ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ હાલમાં આસામ સ્થિત ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં બંધ છે. જો કે આ જેલમાં મોટી બેદરકારી સામે આવી છે. ANI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જેલમાં બંધ અમૃતપાલ પાસેથી મોબાઈલ ફોન અને સ્પાય કેમેરા સહિત અનેક વસ્તુઓ મળી આવી છે. હવે આ મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ચાલો જાણીએ શું છે આ સમગ્ર મામલો.
જેલ સુપ્રિટેન્ડેન્ટની ધરપકડ
માહિતી અનુસાર, 17 ફેબ્રુઆરીએ ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં બંધ ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંહની કસ્ટડીમાંથી મોબાઈલ ફોન અને એક જાસૂસી કેમેરા સહિતની વાંધાજનક સામગ્રી મળી આવી હતી. હવે આ કેસમાં કાર્યવાહી કરતા ડિબ્રુગઢ પોલીસે સેન્ટ્રલ ડિબ્રુગઢ જેલના અધિક્ષક નિપેન દાસની ધરપકડ કરી છે. ડિબ્રુગઢ એસપી વીવીઆર રેડ્ડીએ આ સમાચારની પુષ્ટિ કરી છે.
અમૃતપાલની ગયા વર્ષે એપ્રિલમાં ધરપકડ કરવામાં આવી હતી
ગયા વર્ષે એપ્રિલમાં પંજાબ પોલીસે ખાલિસ્તાન તરફી કટ્ટરપંથી અમૃતપાલ સિંહની રોડે ગામ (ભિંડરાવાલેનું મૂળ ગામ)થી ધરપકડ કરી હતી. પોલીસે તેને પકડવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. લગભગ એક મહિના સુધી ફરાર રહ્યા બાદ અમૃતપાલ પકડાયો હતો. આ પછી તેને પંજાબથી ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યો હતો.
અજનાળા પોલીસ સ્ટેશન પર દરોડો
કટ્ટરપંથી ઉપદેશક અમૃતપાલ સિંહે તેમના સમર્થકો સાથે અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને તેમના એક ધરપકડ કરાયેલા સહયોગીને મુક્ત કરવાની માંગ કરી. અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓની રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અમૃતપાલ 36 દિવસ પછી પોલીસ કસ્ટડીમાં આવ્યો. તે 18 માર્ચથી અજનાલામાંથી ફરાર હતો. 23 એપ્રિલે મોગામાં મળી આવ્યો હતો.