ભારતમાંથી મોબાઈલ ફોનની નિકાસ 11.12 અબજ ડોલરની નજીક પહોંચી ગઈ છે. ઈન્ડસ્ટ્રી બોડી ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEO)ના ડેટા અનુસાર, iPhone નિર્માતા એપલ કુલ નિકાસમાં અડધો હિસ્સો ધરાવે છે. ICEOએ જણાવ્યું હતું કે ભારતમાંથી મોબાઈલ ફોનની નિકાસ નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 45,000 કરોડથી બમણી થઈને નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 90,000 કરોડ (લગભગ 11.12 અબજ ડોલર) થવાની તૈયારીમાં છે.
સરકારે દેશમાંથી 10 અબજ ડોલરના મોબાઈલ ફોનની નિકાસનું લક્ષ્ય નક્કી કર્યું છે
સંસ્થાના અધ્યક્ષ પંકજ મહેન્દ્રએ જણાવ્યું હતું કે મોટી માત્રામાં નિકાસ કર્યા વિના કોઈપણ અર્થતંત્ર કે ક્ષેત્ર વાઈબ્રન્ટ વૈશ્વિક અર્થતંત્ર કે ક્ષેત્ર બની શકે નહીં. ઈલેક્ટ્રોનિક્સની નિકાસ પણ 58 ટકા વધીને રૂ. 1,85,000 કરોડ થઈ છે. સરકારે દેશમાંથી 10 અબજ ડોલરના મોબાઈલ ફોનની નિકાસનું લક્ષ્ય નક્કી કર્યું છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, એપલનો અંદાજ છે કે 5.5 અબજ ડોલર (આશરે રૂ. 45,000 કરોડ)ના મૂલ્યની ‘મેડ ઈન ઈન્ડિયા’ આઈફોનની નિકાસ સાથે કુલ નિકાસમાં એપલનો હિસ્સો 50 ટકા છે. સૂત્રોના અંદાજ મુજબ રૂ. 36,000 કરોડના ફોનની નિકાસમાં સેમસંગ ફોનનો હિસ્સો 40 ટકા જેટલો છે. અન્ય કંપનીઓના મોબાઈલ ફોનનો કુલ નિકાસમાં આશરે $1.1 બિલિયનનો હિસ્સો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.