દેશ આજે 76મો આર્મી ડે ઉજવી રહ્યો છે. આ અવસર પર પીએમ મોદી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા હતા.
પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું. તેમણે લખ્યું- ‘આર્મી ડે પર, અમે અમારા સૈન્ય જવાનોના અસાધારણ સાહસ, અતૂટ પ્રતિબદ્ધતા અને બલિદાનનું સન્માન કરીએ છીએ. આપણા રાષ્ટ્રનું રક્ષણ કરવા અને આપણા સાર્વભૌમત્વને જાળવવા માટેનું તેમનું અથાક સમર્પણ તેમની બહાદુરીનું પ્રમાણ છે. તેઓ શક્તિ અને પ્રતિકારના આધારસ્તંભ છે.
આપણા જવાનોનું અતૂટ સમર્પણ આપણા દેશની સુરક્ષાનો આધાર છે – અનિલ ચૌહાણ
દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે આર્મી ડેની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે હું 76માં આર્મી ડે નિમિત્તે ભારતીય સેનાની તમામ રેન્ક, નિવૃત્ત સૈનિકો અને બહાદુર મહિલાઓને શુભેચ્છા પાઠવું છું. તમારું અતૂટ સમર્પણ, અજેય વલણ અને અદમ્ય ભાવના આપણા દેશની સુરક્ષાનો પાયો છે.
યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી
દરમિયાન, આર્મી ડે નિમિત્તે તેલંગાણાના સિકંદરાબાદમાં યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સેનાના જવાનોએ દેશની સેવામાં બલિદાન આપનાર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
સૈનિકોનું સર્વોચ્ચ બલિદાન હંમેશા પ્રેરિત કરતા રહશે – મનોજ પાંડે
આ પહેલા આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ પણ આર્મી ડે પર શુભેચ્છા પાઠવી હતી. જનરલ મનોજ પાંડેએ દેશ માટે બલિદાન આપનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે હું ભારતીય સેનાના તમામ રેન્ક, નાગરિક કર્મચારીઓ અને તેમના પરિવારજનોને મારી શુભકામનાઓ પાઠવું છું. અમે અમારા સાથીઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમણે રાષ્ટ્રની સેવામાં પોતાનું જીવન ન્યોછાવર કર્યું છે. તેમનું સર્વોચ્ચ બલિદાન આપણને હંમેશા પ્રેરણા આપતું રહેશે.