સુરેશ ત્રિવેદી
citycoverage.in
- જૂનાગઢ લોકસભા સીટ રિપોર્ટ
- આપ પાર્ટીના લીધે કોંગ્રેસ ઉમેદવાર ને ભારી નુકસાન થશે
આજે ગુજરાત હાઈકોર્ટેના ચૂકાદા મુજબ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને તેના સાથીદારોને જેઠવા મર્ડર કેસમા નિર્દોષ છુટકારો થતા કારડીયા રાજપૂત સમાજનો ઉત્સાહ બેવડાયો છે. તાલાલા, સૂત્રાપાડા અને કોડીનાર પંથકમાં દિનુભાઈનો દબદબો હોય ખુબ બહોળા પ્રમાણમાં મતદાન થશે જેનો સીધો ફાયદો ભાજપના ઉમેદવારને થશે.
જૂનાગઢમાં જ્યારથી રાજેશ ચુડાસમા ને ફરી ત્રીજી વખત સાંસદના પદ માટે ઉમેદવાર ઘોષિત કર્યા છે અને એના પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ઉદઘાટનમાં આવેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાર્ટી પાટીલ ની હાજરીમાં નિરાશાજનક માહોલ થી લઈને બે તારીખ મોદીની સભા પછી જૂનાગઢ લોકસભા સીટ નો આખો ચિત્ર બદલાઈ ગયો છે.
ભાજપ કાર્યાલયના ઉદઘાટનમા આવેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પણ કાર્યકર્તાઓઓમાં ઉત્સાહનો અભાવ જોવા મળ્યો હતો પણ ગત બીજી મે ના નરેન્દ્ર મોદી જૂનાગઢ આવવાના છે તે ખબર પડતા જ જૂનાગઢ, પોરબંદર અને અમરેલી સંસદીય વિસ્તારમાં ખુશીઓ છવાઈ ગયેલી જોવા મળી હતી. એટલા દિવસમાં જાણે લોકો સમ્મોહિત થયા છે કે શું?
જે લોકો 2 તારીખ પહેલા અલગ અલગ મુદ્દાઓ પ્રત્યે નારાજગી વ્યકત કરતા હતા તે હવે મોદી સિવાય વાત નથી કરતા. જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારમાં સિટી કવરેજ બીજી વાર લોકો નો મંતવ્ય જાણવાનું પ્રયાસ કર્યો તો વાત કરતા હેરાની થઇ. કેમકે પહેલા ના સર્વેમાં સ્પષ્ટ રૂપે કોંગ્રેસના ઉમેદવાર પ્રત્યે ખુબ સારો માહોલ સાથે દેખાતા હતા. પણ મોદીની સભા શું થઇ કાર્યકર્તાઓ અને જૂનાગઢના શહેરીજનોમાં કોર્પોરેશનના લીધે જે કંઈ વ્યાપક રોષ હતો જે ઠરીને ફક્ત એક જ દિશામાં કે આપણે કેન્દ્રમાં ફરી ત્રીજી વખત મોદીને બેસાડવો છે એના માટે ઉમેદવાર કે કોઈ બીજી વસ્તુ જોવાની નથી અને ફક્ત ન ફક્ત કમલના ફૂલના નિશાન પર જ બટન દબાવીને નરેન્દ્ર મોદીને મજબૂત કરવાની વાતો વિચારો શહેરમાં વ્યાપ થઈ રહ્યા છે. 15 દિવસ પહેલા શહેરમાં જે કાંઈ વાતાવરણ હતું તે મોદીની સભા પછી સાવ બદલાઈ ગયો જોવા મળે છે.
બળબળતા બપોરની સભા હોવા છતા મતદારોનો જોમ જૂસ્સો મોદી તરફી હોય જૂનાગઢની બેઠક પ્રત્યે ભાજપ ગુમાવશે તેવી સ્થિતિમાં ઝડપથી બદલાવ લાવી મોદી આ બેઠકના ઉમેદવાર રાજેશભાઈને હેટ્રિક કરાવશે તેવું જોવા મળે છે. તો બીજી બાજુ કોંગ્રેસ અને આપ પાર્ટીના સંયુક્ત ઉમેદવાર હીરાભાઈ જોટવા પોતાની વ્યક્તિગત સાફ ઈમેજ ના કારણે શરૂઆતમાં ખુબ સારી બઢત હાંસિલ કરી પણ સેમ પિત્રોદાના નવા ટેક્સ, ચૂંટણી ઢંઢેરા અને કોંગ્રેસના જાહેર થતાં ઇરાદાથી લોકો સાવચેત થયા છે અને કોંગ્રેસ સાથે એલાયન્સ કરેલી આપ પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જેન જેવા નેતાઓ “દારૂ કોભાંડ”માં જેલ હવાલે છે એવી હાલતમાં લોકો પોતાનો મત બગાડવાની જરાય ઈચ્છા ધરાવતા નથી. ઉલટાનો આપ પાર્ટીના લીધે કોંગ્રેસ ને ભારી નુકસાન જરૂર થશે. હાં, કોંગ્રેસને એના પરંપરાગત મત અવશ્ય મળશે જેની સામે ભારતીય જનતા પાર્ટી જેવા મજબૂત સંગઠન કાર્યકર્તાઓ અને ચાહકોની બહુ મોટી ફોજ ફરીથી ભાજપને સત્તા ઉપર આરૂઢ કરવા સંકલ્પબદ્ધ થઈને દોઢ ભાગ શરૂ કરી છે. તો બીજી બાજુ કોંગ્રેસના ચૂંટાયેલા નેતાઓ જેવી રીતે ભાજપમાં શરણાગત થાય છે એને જોતા લોકો ને પણ એમજ લાગે કે કોંગ્રેસના ચૂંટાયા નેતા પછી પણ જશે તો ભાજપમાં જ. તો સૌરાષ્ટ્રમાં ભાજપ ને ચુનોતી આપવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગે ગાંધી પરિવારનાં રાહુલ ગાંધી ના રાયબરેલીમાં નામાંકનમાં હાજર રહવા માટે મિટિંગ કેન્સલ કરીને જતા રહેવા થી ખુબ મોટો નકારાત્મક અસર પડશે.