spot_img
HomeBusinessJio True 5G સાથે જોડાયેલા છે 9 કરોડથી વધુ ગ્રાહકો, ડેટાનો વપરાશ...

Jio True 5G સાથે જોડાયેલા છે 9 કરોડથી વધુ ગ્રાહકો, ડેટાનો વપરાશ વધીને થયો 38.1 બિલિયન GB

spot_img

Reliance Jioના True5G નેટવર્ક સાથે 9 કરોડથી વધુ ગ્રાહકો જોડાયેલા છે. તે ઓક્ટોબર 2022 માં રિલાયન્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા અને કહ્યું કે Jio નેટવર્ક પર કુલ ડેટા વપરાશ 31.5 ટકા વધીને 38.1 બિલિયન GB થયો છે. નેટવર્ક પર વાત કરવાનો સમય પણ વધીને 1.37 લાખ કરોડ મિનિટ થઈ ગયો છે. ત્રીજા ક્વાર્ટરમાં Jioનો નફો 12.2 ટકા વધીને રૂ. 5,208 કરોડ થયો છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 17,265 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં રૂ. 15,792 કરોડ કરતાં 9 ટકા વધુ છે. જો કે, બીજા ક્વાર્ટરમાં તે રૂ. 17,394 કરોડથી ઓછું છે.

More than 9 crore customers connected to Jio True 5G, data usage rises to 38.1 billion GB

Paytm: 221.7 કરોડનું નુકસાન
Paytmની કંપની One97 Communicationને 221.7 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એક વર્ષ પહેલા તે રૂ. 392.10 કરોડ હતો. કંપનીની આવક 38 ટકા વધીને રૂ. 2,850.5 કરોડ થઈ છે. આ સમયગાળા દરમિયાન કંપનીએ રૂ. 15,535 કરોડની લોનનું વિતરણ કર્યું છે. બોર્ડે ગિફ્ટ સિટીમાં રૂ. 100 કરોડના રોકાણને મંજૂરી આપી છે.

રિલાયન્સ રિટેલને રૂ. 31,65 કરોડનો નફો
રિલાયન્સ રિટેલનો નફો 31.87 ટકા વધીને રૂ. 3,165 કરોડ થયો છે. આવક 23.75 ટકા વધીને રૂ. 74,373 કરોડ થઈ છે. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 252 નવા સ્ટોર ખોલ્યા છે. આ સાથે સ્ટોર્સની કુલ સંખ્યા 18,774 છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular