વાસ્તુશાસ્ત્રમાં અનેક એવી બાબતો વિશે જણાવવામાં આવ્યું છે, જે અપનાવવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરેક ખૂણામાં રાખેલ વસ્તુનું ખાસ મહત્ત્વ હોય છે. ક્યારેક ક્યારેક કોઈ વસ્તુ ખોટી દિશામાં રાખવાથી ઘરના તમામ સભ્યો પર નકારાત્મક અસર થાય છે. ઘરની દરેક વસ્તુઓ એક નિશ્ચિત અને યોગ્ય દિશામાં રાખવી જોઈએ. સામાન્ય રીતે લોકો ચપ્પલને ઘરના ઉંબરાની પાસે જ મુકી દે છે, અમુક લોકો ઘરની અંદર ચપ્પલલઈને આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ બન્ને રીત ખોટી છે. આવો જાણીએ ચપ્પલ સાથે જોડાયેલી વાસ્તુ ટિપ્સ.
અનેક વાર તમે ઘરમાં સમજ્યા વિચાર્યા વગર કોઈપણ જગ્યાએ શૂ-સ્ટેન્ડ રાખી દો છો, જે વાસ્તુશાસ્ત્ર અનુસાર અયોગ્ય માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં ખોટી જગ્યાએ ચપ્પલ રાખવાથી કરિઅર અને આર્થિક મોરચે ખરાબ અસર પડે છે. વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દરવાજા પાસે શૂ સ્ટેન્ડ ના રાખવું જોઈએ અને ફાટેલા તથા ગંદા ચપ્પલ બિલ્કુલ ના રાખવા જોઈએ.
ઘરમાં ઉત્તર-પૂર્વ દિશામાં ચપ્પલ રાખવા તે અશુભ માનવામાં આવે છે. જેના કારણે ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે. મુખ્ય દરવાજા પર ચપ્પલ રાખ્યા સિવાય અન્ય વિકલ્પ ના હોય તો તે ખુલ્લા ના રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર શૂ સ્ટેન્ડ પશ્ચિમ અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવું તે વધુ યોગ્ય રહેશે.
વારંવાર ઉપયોગમાં લેવામાં આવતા ચપ્પલોને પશ્ચિમ દિશામાં વ્યવસ્થિત રીતે રાખવા જોઈએ. જુના ચપ્પલ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ઉપરાંત માનસિક અને આર્થિક પરેશાનીઓ ઘેરી વળે છે. ચપ્પલના રેકને ક્યારેય પૂજા ઘર કે કિચનની દિવસથી અડાવીને ન મુકવું જોઈએ.