બટર નાન બનાવવા માટેની સામગ્રી
- 2 ચમચી માખણ
- 3/4 ચમચી મીઠું
- 3 કપ મેંદાનો લોટ
- 1 ચમચી ખાંડ
- 1/2 ચમચી યીસ્ટ
- પાણી જરૂર મુજબ
- 4 ચમચી દહીં
નાન બનાવવાની રીત
- એક બાઉલ લો અને તેમાં યીસ્ટ, ખાંડ અને પાણી મિક્સ કરો. પછી 1 કપ મેંદો ઉમેરો અને તેને યીસ્ટના મિશ્રણમાં હલાવો. હવે તેને ઢાંકીને 45 મિનિટ માટે રાખો. નિશ્ચિત સમય બાદ બાકીનો મેંદો, મીઠું, માખણ અને દહીં ઉમેરો.
- હવે તેમાંથી નરમ અને મુલાયમ કણક તૈયાર કરો. કણકને ઢાંકીને 25થી 30 મિનિટ માટે બાજુ પર રાખો. આ પછી કણકમાંથી લુઆ બનાવો અને 20 મિનિટ માટે બાજુ પર રાખો.
- કણકના લુઆને મેંદાથી ડસ્ટ કરો અને તેના પર કલોંજી છાંટો. વેલણ વડે લુઆને નાનનો આકાર આપો. હવે એક તવાને ગરમ કરો અને તેના પર નાન મૂકો. નાન પર થોડા પરપોટા દેખાય, ત્યારે તેને સાણસ વડે ઉપાડો અને જે બાજુ પહેલા રાંધવામાં આવી હતી તેને આગ તરફ મૂકો.
- ત્યારબાદ બંને બાજુથી રાંધવા માટે ફેરવો અને ખાતરી કરો કે તે વધુ બળી ન જાય. જ્યારે નાન પર બ્રાઉન રંગ દેખાય તો તેને આંચ પરથી ઉતારી લો.
ત્યારબાદ તેના પર માખણ લગાવી મનપસંદ શાક સાથે સર્વ કરો.