spot_img
HomeLifestyleFashionઓફિસ ફેશન ટીપ્સ : ઓફિસ ડ્રેસિંગને બનાવો સુંદર, આ પ્રકારની જ્વેલરી પરફેક્ટ...

ઓફિસ ફેશન ટીપ્સ : ઓફિસ ડ્રેસિંગને બનાવો સુંદર, આ પ્રકારની જ્વેલરી પરફેક્ટ રહેશે

spot_img

ઓફિસ માટે તો લગભગ લાઈટ કલરના કપડાં પસંદ કરવામાં આવે છે, પરંતુ જ્યારે જ્વેલરી પહેરવાની વાત આવે છે, ત્યારે મૂંઝવણ અનુભવાય છે. ચાલો જાણીએ કે ઓફિસ માટે ક્યા પ્રકારની જ્વેલરી પરફેક્ રહેશે અને કેવી રીતે સ્ટાઇલિશ લુક મેળવી શકાય છે.

સૌથી પહેલાં એ વાતનું ધ્યાન રાખવું કે તમે ઓફિસે જતા હોવ છો તો ક્યારેય પણ હેવી જ્વેલરી પહેરીને ઓફિસ ન જવું જોઈએ. મિનિમલ અને લાઇટ જ્વેલરી વર્ક પ્લેસ પર સારી લાગે છે. જેના કારણે તમને સિમ્પલ સોબર અને એલિગન્ટ લુક મળે છે.

નાના પેન્ડન્ટ અથવા મલ્ટી લેયર ચેઈન ખૂબ જ સુંદર લાગે છે. તેથી તેને તમારા જ્વેલરી કલેક્શનમાં ચોક્કસપણે સામેલ કરો. તમે આને જીન્સથી લઈને ટોપ્સ સુધીના કો-ઓર્ડ સેટ સાથે પહેરી શકો છો.

Office Fashion Tips : Make the office dressing beautiful, this kind of jewelery will be perfect

જો તમારે કોઈ ઓફિશિયલ જગ્યા પર જવું હોય અને તેના માટે તૈયાર થવું હોય અને હાથમાં વીંટી પહેરવાના શોખીન હોય તો ધ્યાનમાં રાખો કે તમારે ક્રિસ્ટલવાળી સાદી વીંટી પહેરવી જોઈએ. આ તમારા દેખાવને એલિગન્ટ લુક આપે છે.

ભલે આજે લોકોને હાથમાં ફોન રાખવાનો શોખ હોય છે અને સમય જોવા માટે તેના પર નિર્ભર બની ગયા છે. તો પણ ઘડિયાળ હંમેશા સારી લાગે છે. ઓફિસ લુકની વાત આવે ત્યારે તમારા કલેક્શનમાં ઘડિયાળ સામેલ કરવાનું ભૂલશો નહીં.

લાઇટ પર્લ જ્વેલરી તમને ઓફિસ માટે પરફેક્ટ લુક આપી શકે છે. સિંગલ પર્લ રિંગ, ડ્રોપ પર્લ ઇયરિંગ્સ અથવા નાના પર્લ ટોપ્સ અને ગળામાં મોતીનો હાર એકદમ સુંદર લુક આપે છે.

જો તમે કોઈ ઓફિશિયલ મીટિંગ માટે બહાર જઈ રહ્યા હોવ તો સિમ્પલ હૂપ ઈયરિંગ્સ સાથે લુક બનાવો. આ તમને પરફેક્ટ સ્ટાઇલિશ લુક આપશે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular