spot_img
HomeOffbeatદુનિયાના આ સૌથી સુંદર શહેરના રસ્તાઓ પર લગાવાય છે જૂની-વળી ગયેલી રેલિંગ,...

દુનિયાના આ સૌથી સુંદર શહેરના રસ્તાઓ પર લગાવાય છે જૂની-વળી ગયેલી રેલિંગ, જાણો શું છે કારણ

spot_img

લંડનને દુનિયાનું સુંદર શહેરોમાંનું એક માનવામાં આવે છે. જ્યારે તમે અહીંના રસ્તા પર ફરશો તો તમને બાબા આદમના સમયની એટલે બહુ જ જૂના જમાનાની કેટલીક વસ્તુઓ જોવા મળશે, જેનું ઈતિહાસમાં ઘણુ જ મહત્ત્વ રહેલું છે, પરંતુ વર્તમાન સમયના લોકોને તેના મહત્ત્વ વિશે માહિતી નહીં હોય. લંડનના કેટલાક રસ્તાઓ પર તમને વળેલી, જૂની રેલિંગ (Bent street railings London) જોવા મળશે. તમને લાગશે કે જ્યારે શહેર તેની ખૂબસૂરતી પર પરફેક્ટ છે, તો પછી રેલિંગ આવી કેમ લગાવવામાં આવી છે. પરંતુ તમે જ્યારે આ રેલિંગનો ઈતિહાસ જાણશો, અને તેને અહીં લગાવવાનું કારણ જાણશો તો તમને નવાઈ લાગશે.

Old-bent railings line the roads of this world's most beautiful city, find out why

લંડનના કેટલાક રસ્તાઓની સાઈડમાં તમને જાળીવાળી રેલિંગ જોવા મળશે, જેના ખૂણા લોખંડના સળિયાથી બનાવવામાં આવ્યા છે. આ સળિયા ચારે બાજુથી વળેલા જોવા મળી રહ્યા છે. હકીકતમાં આ રેલિંગનું કનેક્શન બીજા વિશ્વ યુદ્ધ સાથે જોડાયેલું છે. વાસ્તવમાં આ કોઈ રેલિંગ નહીં પરંતુ સ્ટ્રેચર હતા. યુદ્ધમાં ઘાયલ અને મૃતકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. એટલી હદે સ્ટ્રેચરો ખૂટી પડ્યા હતા.

રેલિંગ નીકાળીને સ્ટ્રેચર બનાવવામાં આવ્યા

એક રિપોર્ટ પ્રમાણે, આ ઈમરજન્સી સ્ટેચર હતા,જે એયર રેડ પ્રોટેક્શન ઓફિસરો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે પણ સૈનિકો ઘાયલ થતા હતા, તેને આ સ્ટ્રેચર પર હોસ્પિટલ સુધી લઈ જવામાં આવતો હતો. બીજા વિશ્વ યુદ્ધ શરુ થવા પહેલા સરકારને અનુમાન થઈ ગયું હતું કે,યુદ્ધ મેદાનમાં તેની જરુરીયાત રહેશે, એટલે લગભગ 5 લાખ સ્ટ્રેચર બનાવવામાં આવ્યા હતા, જે માત્ર એક જ વર્ષમાં તૈયાર કરવામાં આવ્યાં હતા.

Old-bent railings line the roads of this world's most beautiful city, find out why

બીજી મહત્ત્વની વાત એ હતી કે આ સ્ટ્રેચર બનાવવા ઘણા સરળ અને સસ્તા હતા. કારણ કે માત્ર લોખંડની જાળી લગાવવામાં આવી હતી. જેના પર ઘાયલોને સુવડાવીને હોસ્પિટલ સુધી પહોચાડવામાં આવતાં હતાં. અને ચારેય બાજુના ખૂણા વાળવામાં આવ્યા હતા જેથી કરીને સ્ટ્રેચરને પકડવામાં સરળતા રહે.

આ કારણે સ્ટ્રેચરને બનાવી દેવામાં આવી રેલિંગ

યુદ્ધ દરમિયાન લંડનમાં કેટલાય વિસ્તારોમાં લગાવવામાં આવેલી લોખંડની રેલિંગને કાઢી લેવામાં આવી હતી અને તેનામાંથી આ સ્ટ્રેચર બનાવવામાં આવતાં હતાં, યુદ્ધ પૂરુ થયા બાદ જ્યારે સેંકડો સ્ટ્રેચર વધ્યા, ત્યારે વહીવટીતંત્રેએ નક્કી કર્યું કે, જમીનમાં દાટીને દૂર કરાયેલી રેલિંગની ભરપાઈ કરી દઈએ. આ રીતે આ રેલિંગ લગાવવામાં આવી હતી. રિપોર્ટ મુજબ, આ રેલિંગ બેકેટ સ્ટ્રીટ અને પિલગ્રિમેજ સ્ટ્રીટ પર જોવા મળે છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular