spot_img
HomeLatestInternationalવધુ એક ભારતીયને અમેરિકામાં માર્યો માર, CCTVમાં સમગ્ર ઘટના કેદ

વધુ એક ભારતીયને અમેરિકામાં માર્યો માર, CCTVમાં સમગ્ર ઘટના કેદ

spot_img

અમેરિકાના વોશિંગ્ટનમાં એક રેસ્ટોરન્ટની બહાર લડાઈ દરમિયાન માર મારવામાં આવતા ભારતીય મૂળના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. તાજેતરમાં, યુએસમાં ભારતીય મૂળના લોકો પર હુમલાની ઘણી ચિંતાજનક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આ ઘટના 2 ફેબ્રુઆરીના રોજ શોટો રેસ્ટોરન્ટની બહાર ફિફ્ટીન્થ સ્ટ્રીટ નોર્થવેસ્ટના 1100 બ્લોકમાં બની હતી, તપાસકર્તાઓએ જણાવ્યું હતું. પોલીસને રાત્રે 2 વાગ્યાની આસપાસ આ અંગેની માહિતી મળી હતી. આ પછી પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને ફૂટપાથ પર વિવેક તનેજા નામના 41 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ હાલતમાં જોયો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

વોશિંગ્ટન ડીસી ટેલિવિઝન સ્ટેશન WUSA અનુસાર, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે તનેજા અને એક અજાણ્યા વ્યક્તિ વચ્ચે ઝઘડો થયો હતો.

One more Indian beaten up in America, whole incident caught on CCTV

લડાઈ ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ અને આરોપીએ તનેજાને જમીન પર ધક્કો મારીને ફૂટપાથ પર માથું માર્યું. ગંભીર રીતે ઘાયલ તનેજાનું બુધવારે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પોલીસ કેસની તપાસ કરી રહી છે અને આરોપીને શોધી રહી છે. સીસીટીવીમાંથી આરોપીના ફૂટેજ મેળવ્યા છે.

આ વર્ષે યુએસમાં ભારતીય મૂળના 4 વિદ્યાર્થીઓના મોત થયા છે
તનેજા ‘ડાયનેમો ટેક્નોલોજીસ’ના સહ-સ્થાપક અને અધ્યક્ષ હતા. આ સપ્તાહની શરૂઆતમાં ભારતીય વિદ્યાર્થી સૈયદ મઝહિર અલી પર અમેરિકાના શિકાગોમાં લૂંટારુઓએ હુમલો કર્યો હતો. આ પહેલા જ્યોર્જિયાના લિથોનિયા શહેરમાં એક નશાના બંધાણી વ્યક્તિએ 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થી વિવેક સૈનીને હથોડી વડે મારીને હત્યા કરી નાખી હતી. આ વર્ષે અમેરિકામાં ભારતીય મૂળના અન્ય ચાર વિદ્યાર્થીઓના મોત થયા છે. જેને લઈને ચિંતા વધી રહી છે અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. ભારતીય મૂળના લોકોએ પણ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મુદ્દો ઉઠાવ્યો છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular