મંગળવારે ગુજરાત હાઈકોર્ટે યુનિવર્સિટીને સૂચનાઓ આપી કે, તે તેઓના પોર્ટલમાંથી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) દ્વારા માન્યતા પામેલ ન હોય તેવી 8 લો કોલેજના નામ પ્રવેશ માટે રાખેલ તે દૂર કરી નાખે. લો કોલેજ ગયા અઠવાડિયે હાઈકોર્ટેમાં ગયા અને માંગ કરી કે તેઓને ત્યાં પ્રવેશ પ્રક્રિયાના ભાગરૂપે વિદ્યાર્થીઓને તેમની કોલેજમાં ફાળવાય, પરંતુ યુનિવર્સિટીઝને આ માટે પ્રતિબંધિત કરી છે.
તેઓએ કહ્યું કે BCI એ તેઓને તેમના વિદ્યાર્થીઓને માન્યતા ન આપી. તેઓની કોલેજમાં Law Degree કોર્ષ હોવા છતા પણ Law માટે તેઓને ગેરલાયક ઠેરવેલ છે. તેઓએ હાઈકોર્ટે ને વિનંતી કરી કે તેઓ આ બાબતે ઉકેલ લાવે.
હાઈકોર્ટેમાં આ બાબતની સુનવણી થતા પ્રથમ તો યુનિવર્સિટીને કહ્યું કે, તેઓ તેઓના પોર્ટલમાંથી એમ.એચ. ભગત, સી.એન. સોનાવાલા લો કોલેજ ખેડા, શેઠ ડોસાભાઈ લાલચંદ લો કોલેજ કચ્છ, MSK લો કોલેજ અને એમ.એન. લો કોલેજ પાટણ, ગોધરા લો કોલેજ, જૂનાગઢ લો કોલેજ, કે.પી. શાહ લો કોલેજ જામનગર, એચ.જે. લો કોલેજ ભાવનગરને તેઓના પોર્ટલમાંથી તેઓના નામને ડીલીટ કરી નાખે. આનાથી વિદ્યાર્થીઓની વચ્ચેનું કન્ફ્યુઝન નો અંત આવશે. વિદ્યાર્થીઓ યોગ્ય કોલેજ લો માટેની પસંદ કરી શકશે. જજે કહ્યું કે, આ કોલેજના નામ તેઓના પોર્ટલમાં દેખાવા ન જોઈએ. નહીંતર કોર્ટ આખી પ્રવેશ પ્રક્રિયામાં સ્ટે મૂકી દેશે.
કારણ કે આ બધી ગ્રાન્ટ ઈન એડ કોલેજઝ દ્વારા ફેકલ્ટી મેમ્બર્સની જરૂરિયાત પૂર્ણ કરવામાં ન આવી તેની BCI એ તેઓને મંજુરી ન આપી. આનું પરિણામ એ આવે કે સરકારી ( ઓછી ) ફિઝે જે લો ડીગ્રી માટેની સીટમાં ઘટાડો થશે. હાઈકોર્ટે વિનંતી કરી કે, BCI ને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને તથા રાજ્ય સરકારને કે તેઓ આનો ઉકેલ લાવે. જેથી ગ્રાન્ટ ઈન એડ કોલેજીઝ પુરે પુરી ક્ષમતાથી કાર્ય કરી શકે નહીંતર વિદ્યાર્થીઓએ ફરજીયાત પાયે પ્રાઈવેટ કોલેજીઝને પસંદ કરવી પડશે. આ બાબતનો કેસ લડતા વકીલને સંબોધીને જજે કહ્યું કે, તમારા અને મારા બાળકો સારી પ્રાઈવેટ કોલેજમાં ભણી શકે પણ બીજા બધાનું શું થાય ? કોર્ટે બાકીની હિયરિંગ બુધવાર પર મુલતવી રાખી છે.