spot_img
HomeSportsપાકિસ્તાનમાં તરખાટ બોલાવનાર બેટ્સમેનની KKRમાં એન્ટ્રી, 44 બોલમાં ઠોક્યાં હતા 145 રન

પાકિસ્તાનમાં તરખાટ બોલાવનાર બેટ્સમેનની KKRમાં એન્ટ્રી, 44 બોલમાં ઠોક્યાં હતા 145 રન

spot_img

8 માર્ચ, 2023… આ એ તારીખ છે જ્યારે પાકિસ્તાનમાં રનનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડના ઓપનરે પાકિસ્તાન સુપર લીગની મેચમાં તબાહી મચાવી હતી. અમે વાત કરી રહ્યા છીએ જેસન રોયની, જેણે પીએસએલની 8મી સીઝનમાં માત્ર 44 બોલમાં સદી ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. હવે આ જ જેસન રોય IPL 2023માં રમતા જોવા મળશે. કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા જેસન રોયને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

IPL 2023: Kolkata Knight Riders Rope In Jason Roy For Rs 2.8 Crore

જણાવી દઈએ કે IPL ઓક્શનમાં જેસન રોયને કોઈ ટીમે ખરીદ્યો ન હતો, પરંતુ આ ખેલાડીને હવે KKRમાં એન્ટ્રી મળી ગઈ છે. વાસ્તવમાં કોલકાતા નાઈટ રાઈડર્સના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને આઈપીએલની આ સિઝનમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે. આ પછી એક મોટો નિર્ણય લેતા KKR એ જેસન રોય સાથે કરાર કર્યો છે. જેસન રોયને 2.8 કરોડમાં ખરીદ્યો છે.

KKR rope in Jason Roy for Rs 2.8 crore

જેસન રોયે PSLમાં તબાહી મચાવી હતી

તમને જણાવી દઈએ કે 8 માર્ચે જેસન રોયે રાવલપિંડીની પીચ પર પેશાવર જાલ્મી વિરુદ્ધ શાનદાર સદી ફટકારી હતી. રોય ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી રમી રહ્યો હતો અને ઓપનરે 63 બોલમાં 145 રન બનાવ્યા હતા. રોયનો સ્ટ્રાઈક રેટ 230થી વધુ હતો અને તેના બેટમાંથી 5 છગ્ગા અને 20 ચોગ્ગા નીકળ્યા હતા. તેની તોફાની ઇનિંગ્સના આધારે ક્વેટાએ 10 બોલ પહેલા જ 241 રનનો ટાર્ગેટ મેળવી લીધો હતો.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular