બ્રાઝિલમાં રવિવારે એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક ડઝન લોકોના મોત થયા હતા. ન્યૂઝ એજન્સી એપીએ અહેવાલ આપ્યો છે કે બ્રાઝિલના એમેઝોન ક્ષેત્રમાં રવિવારે સવારે એક નાનું વિમાન ક્રેશ થયું હતું. તેમણે કહ્યું કે વિમાનમાં સવાર 12 લોકોના મોત થયા છે.
રિયો બ્રાન્કોમાં પ્લેન ક્રેશ
ગવર્નર ગ્લેડસન કેમેલીની પ્રેસ ઓફિસે જણાવ્યું હતું કે એકર રાજ્યની રાજધાની રિયો બ્રાન્કોના મુખ્ય એરપોર્ટ નજીક વિમાન ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થયા બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં જંગલમાં સળગતો કાટમાળ જોવા મળી રહ્યો છે.