રોડ ટ્રિપ દરમિયાન તમે જે વિસ્તારમાં જઈ રહ્યા છો, તે મુજબ તમારી બેગ પેક કરવી જરૂરી છે. માત્ર મોજ-મસ્તી કરવાને બદલે, જો તમે આ નવા વિસ્તાર વિશે અગાઉથી જ જાણી લેશો તો તમને મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.જો તમે તમારા પાર્ટનરની સાથે ટ્રિપ પ્લાન કરી રહ્યા છો, તો હેલ્થ સાથે જોડાયેલી વસ્તુઓ તમારી સાથે જરૂર લઈ જાવ. ઠંડીની ઋતુમાં ઘણીવાર લોકોનું પેટ ખરાબ થઈ જાય છે. તો ઠંડીમાં શરદી-ઉધરસ અને તાવ પણ આવી શકે છે, તેથી તેની દવાઓ તમારી સાથે રાખો.
આ ઉપરાંત ભારે પવનને કારણે માથાના દુખાવાની પણ સમસ્યા થાય છે, તેથી તમારે તેની પણ દવાઓ સાથે રાખવી જોઈએ. આ સિવાય બેન્ડેજ અને ગળુ ખરાબ થવાની દવા પણ તમારી સાથે રાખો.
જો તમે રોડ ટ્રિપ પર જઈ રહ્યા છો, તો સ્વાભાવિક છે કે તમારા કપડા ગંદા થશે જ. તેથી તમારી સાથે વધારાના કપડાં જરૂર રાખો, સાથે વધારાના શૂઝ પણ રાખો.
આ સિવાય તમારે વધારે સામાન સાથે મુસાફરી ન કરવી જોઈએ અને મુસાફરી કરતી વખતે હેલ્મેટ જરૂર પહેરવું જોઈએ.
જો તમે તમારા પાર્ટનરની સાથે ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો રાત્રે મોડું થાય તે પહેલાં જ હોટેલને બુક કરી લો. કારણ કે રાત્રે મુસાફરી કરવી સલામત નથી. તેથી તમારે રાત્રે હોટલમાં આરામ કરીને બીજા દિવસ દરમિયાન મુસાફરી કરવી જોઈએ.