spot_img
HomeLatestNationalપીએમ મોદીને ફિજીનું સર્વોચ્ચ સન્માન 'કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી' મળ્યું

પીએમ મોદીને ફિજીનું સર્વોચ્ચ સન્માન ‘કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી’ મળ્યું

spot_img

વડાપ્રધાન મોદી નરેન્દ્રને ફિજીના સર્વોચ્ચ સન્માન ‘કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી’થી નવાજવામાં આવ્યા છે. પીએમ મોદીને આ સન્માન ફિજીના પીએમ સિટિવેની રાબુકા દ્વારા વૈશ્વિક નેતૃત્વને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. ફિજીનું સર્વોચ્ચ સન્માન અત્યાર સુધી માત્ર થોડા જ બિન-ફિજીયનોને આપવામાં આવ્યું છે.

પીએમ મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં 21 મેના રોજ પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા. કોઈ ભારતીય વડાપ્રધાનની પાપુઆ ન્યુ ગિનીની આ પ્રથમ મુલાકાત છે. પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મરાપેએ એરપોર્ટ પર પીએમ મોદીના પગ સ્પર્શ કરીને સ્વાગત કર્યું હતું.

PM Modi received Fiji's highest honor 'Companion of the Order of Fiji'

આ સન્માન ભારત અને ફિજી વચ્ચેના વર્ષો જૂના સંબંધોને દર્શાવે છે.

ફિજીના વડા પ્રધાન દ્વારા ફિજીના સર્વોચ્ચ સન્માન, “કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી” થી નવાજવામાં આવ્યા પછી, પીએમ મોદીએ કહ્યું,

“આ સન્માન માત્ર મારું જ નહીં પરંતુ 140 કરોડ ભારતીયોનું પણ છે, ભારત અને ફિજીના વર્ષો જૂના સંબંધો છે. આ માટે હું તમારો અને રાષ્ટ્રપતિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”

PM Modi received Fiji's highest honor 'Companion of the Order of Fiji'

પાપુઆ ન્યુ ગીનીએ પણ સન્માન કર્યું

ફિજીએ પીએમ મોદીને તેના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કર્યા બાદ તરત જ પાપુઆ ન્યુ ગિનીએ પણ પીએમ નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું.

પેસિફિક ટાપુના દેશોની એકતાને ટેકો આપવા અને વૈશ્વિક દક્ષિણનું નેતૃત્વ કરવા બદલ પીએમ નરેન્દ્ર મોદીને કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ લોગોહુનો પુરસ્કાર આપવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે પાપુઆ ન્યુ ગિનીના બહુ ઓછા બિન-નિવાસીઓને આ એવોર્ડ મળ્યો છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular