કેરળમાં 25 વર્ષીય યુવક નકલી પોલીસ ઓફિસર બનીને લોકોને છેતરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી વ્યક્તિની ઓળખ કેરળના રહેવાસી બેનેડિક્ટ સાબુ તરીકે થઈ છે.
પોલીસે 380 આઈડી કાર્ડ જપ્ત કર્યા છે
આરોપી મેંગલુરુની એક કોલેજમાં નર્સિંગનો કોર્સ કરી રહ્યો છે. સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ 380 આઈડી કાર્ડ જપ્ત કર્યા છે. આઈડી કાર્ડ પર કેરળ ‘RAW’ અધિકારી, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કર્મચારી લખેલા હતા.
ચીટર નકલી પોલીસ યુનિફોર્મ પહેરતો હતો
મેંગલુરુ પોલીસ કમિશનર, કુલદીપ કુમાર જૈને જણાવ્યું કે, આઈડી કાર્ડ ઉપરાંત, પીએસઆઈ યુનિફોર્મનો સેટ, પોલીસ શૂઝ, લોગો, મેડલિયન, બેલ્ટ, કેપ, 1 લેપટોપ અને 2 મોબાઈલ ફોન સેટ પણ આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે.