Gujarat News: આધિનિક ટેક્નોલોજીમાં સેટેલાઈટ અથવા તો અલગ અલગ મોડલ પરથી વાતાવરણ કેવુ રહેશે તેનુ અનુમાન લગાવતા હોય છે. પરંતુ નક્ષત્ર અને પવનની દિશા પરથી પણ વર્તારો કાઢવામાં આવે છે. હોળીની જાર, અખાત્રીજનો પવન પરથી ચોમાસું સારું રહેવાના સંકેત છે. ત્યારે નક્ષત્ર પરથી પણ વર્તારો કાઢવામાં આવતો હોય છે. રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું કેવુ રહેશે તેના પરથી અંબાલાલ પટેલે પૂર્વાનુમાન જાહેર કર્યુ
ત્યારે અંબાલાલ પટેલે ગુજરાતી જાગરણને જણાવ્યું છે કે, 26 તારીખથી ગરમી ઓછી થશે. જૂન મહિનાના પહેલા 15 દિવસ ગાજવીજ સાથે વરસાદ થશે અને બીજા પંદર દિવસ ભાવે પવન સાથે વરસાદ થશે. કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ગરમી માંથી રાહત મળશે. પ્રી મોનસુન એક્ટિવિટીની શરુઆત થશે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, “મધ્ય ગુજરાતના ભાગોમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહે અને 26મી મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાનો શક્યતા રહેશે. આ પ્રિમોનસૂન એક્ટિવિટી આંધી વંટોળ સાથે રહેવાની શક્યકતા રહેશે. આ ઉપરાંત ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે. તારીખ 7થી 14 જૂનમાં મૃગશીષ નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 14થી 28માં આંધી વંટોળ અને તેજ ગતિના પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જુલાઈ અને ઓગસ્ટમાં સારો વરસાદ થશે.”
અંબાલાલ પટેલે વધુમા જણાવ્યુ છે કે તારીખ 26 મે બાદ દેશના ઘણાં ભાગોમાં પ્રિમોનસૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. આરબ દેશ તરફથી આંધીની ગતિ ઘણી હશે.