જમવાની થાળીમાં થોડી ચટણી મળી જાય તો વાનગીનો સ્વાદ બમણો થઈ જાય છે. આમ તો દરેક ઘરમાં અનેક પ્રકારની ચટણી બનાવવામાં આવે છે, પરંતુ લસણની ચટણીના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે, એટલા માટે મોટાભાગના ઘરોમાં લસણની ચટણી બનાવવામાં આવે છે. જો તમે પણ ચટણીના શોખીન છો, તો આજે અમે તમને એક ખૂબ જ સરસ સૂકી લસણની ચટણી બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ અને તે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે.
સામગ્રી
- 1 ચમચી તેલ
- ¼ કપ વાટેલું લસણ
- 1 ચમચી મગફળી
- 1 ચમચી તલ
- 1 ચમચી જીરું
- 1 ચમચી આખા ધાણા
- ¼ ચમચી મેથી
- ¼ કપ સૂકું નાળિયેર
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી આમચૂર પાવડર
- 1 ચપટી હીંગ
- ½ ચમચી મીઠું
સૂકી લસણની ચટણી કેવી રીતે બનાવવી?
- એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો. તેમાં ¼ કપ વાટેલું લસણ નાખો.
- તેને ધીમી આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો.
- હવે તેમાં 1 ચમચી મગફળી નાખીને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો.
- હવે તેમાં 1 ચમચી તલ, 1 ચમચી જીરું, 1 ચમચી આખા ધાણા અને ¼ ચમચી મેથી ઉમેરો.
- આ સામગ્રીને ધીમી આંચ પર જ્યાં સુધી સુગંધ ન આવે ત્યાં સુધી ફ્રાય કરો .
- હવે તેમાં ¼ કપ સૂકું નાળિયેર નાખીને સારી રીતે ફ્રાય કરો.
- તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો. પછી બ્લેન્ડરમાં નાખો.
- હવે તેમાં 1 ચમચી મરચું પાવડર, ¼ ચમચી હળદર, 1 ચમચી આમચૂર પાવડર, એક ચપટી હિંગ અને ½ ચમચી મીઠું ઉમેરો.
- પાણીનો ઉપયોગ કર્યા વિના આ મિશ્રણને પીસી લો.
- સૂકી લસણની ચટણી તૈયાર છે. તમે વડાપાવ, સૂકી ભેળ, બટાકા વડા વગેરેમાં તેનો ઉપયોગ કરી શકો છો.