રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (NMML) નું નામ બદલીને પ્રધાનમંત્રી મ્યુઝિયમ રાખવાની મંજૂરી આપી છે. શુક્રવારે આ અંગે ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.
14 ઓગસ્ટે નામ બદલાયું
નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું સત્તાવાર રીતે 14 ઓગસ્ટના રોજ પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (PMML) સોસાયટી તરીકે નામકરણ કરવામાં આવ્યું હતું. આ પહેલા જૂનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આખરે રાષ્ટ્રપતિ મુર્મુએ પણ તેને મંજૂરી આપી દીધી છે.
President Droupadi Murmu has approved the renaming of the Nehru Memorial Museum and Library (NMML) as the Prime Ministers' Museum, reads the gazette notification. pic.twitter.com/5ydrIfLjWT
— ANI (@ANI) September 1, 2023
પીએમ મોદી બનશે અધ્યક્ષ
કેન્દ્ર સરકારે PMML સોસાયટીની પુનઃરચના કરી છે. હવે આ સોસાયટીના પ્રમુખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઉપપ્રમુખ હશે. આ સાથે, ગૃહ પ્રધાન અમિત શાહ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકર, માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ સોસાયટીના સભ્યો હશે.
તેમની સાથે કેન્દ્રીય મંત્રી વી મુરલીધરન, પ્રહલાદ પટેલ, ICCR પ્રમુખ વિનય સહસ્રબુદ્ધે વગેરે પણ તેના સભ્યો હશે.