NIA: 26 જુલાઇ 2022 ના રોજ ભાજપ યુવા મોરચાના સભ્ય પ્રવીણ નેતારુની બેલ્લારેમાં તેમની દુકાનની સામે ત્રણ લોકોએ હત્યા કરી હતી. કર્ણાટક સરકારની ભલામણ બાદ 3 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ કેસની તપાસ NIAને સોંપવાનો આદેશ આપ્યો હતો.
વર્ષ 2022માં કર્ણાટકમાં ભાજપ યુવા મોરચા પ્રવીણ નેતારુની હત્યા કરવામાં આવી હતી. ત્યારથી મુખ્ય આરોપીની શોધ ચાલી રહી હતી. હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને મોટી સફળતા મળી છે. તપાસ એજન્સીએ બેંગલુરુમાં મુસ્તફા પચરની ધરપકડ કરી છે.
નેત્તારુની બેલ્લારેમાં હત્યા કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે, 26 જુલાઈ 2022ના રોજ બેલ્લારેમાં તેમની દુકાનની સામે એક વાહનમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોએ BJP યુવા મોરચાના સભ્ય પ્રવીણ નેતારુની હત્યા કરી દીધી હતી. સુલિયા તાલુકાના બેલ્લારે ગામમાં ‘કિલર સ્ક્વોડ’ અથવા પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયાની સેવા ટીમો દ્વારા કથિત રીતે તેની હત્યા કરવામાં આવી હતી. કર્ણાટક સરકારની ભલામણ બાદ 3 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ કેસની તપાસ NIAને સોંપવાનો આદેશ આપ્યો હતો. 27 જુલાઈના રોજ દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારી પોલીસ સ્ટેશનમાં પ્રથમ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી 4 ઓગસ્ટે NIAએ ફરી કેસ નોંધ્યો.
પ્રારંભિક ચાર્જશીટ 20 જાન્યુઆરીએ દાખલ કરવામાં આવી હતી
ગયા વર્ષે, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ભાજપ નેતા પ્રવીણ નેતારુની હત્યા કેસમાં પ્રતિબંધિત સંગઠન PFI ના બે કાર્યકર્તાઓ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. NIAના પ્રવક્તાએ આ અંગે માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે પીએફઆઈના માસ્ટર આર્મ્સ ટ્રેઈનર્સ થુફેલ એમએચ અને મોહમ્મદ જાબીર વિરુદ્ધ સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ બંને સામે ભારતીય દંડ સંહિતા અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની વિવિધ કલમો લગાવવામાં આવી છે. NIAના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ફરાર થુફેલને તાજેતરમાં NIAની ટીમે બેંગ્લોરમાં શોધી કાઢ્યો હતો. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.