spot_img
HomeLatestNationalસંસ્કૃતનો ખોટો ઉચ્ચાર કરવા બદલ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને માર માર્યો, પોલીસે UPમાંથી કરી...

સંસ્કૃતનો ખોટો ઉચ્ચાર કરવા બદલ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને માર માર્યો, પોલીસે UPમાંથી કરી ધરપકડ

spot_img

અરુણાચલ પ્રદેશના પાકે કેસાંગ જિલ્લામાં એક શાળાના આચાર્યને વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરવાના આરોપમાં ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે ઘણા વિદ્યાર્થીઓને શાળામાં યોગ્ય રીતે પ્રાર્થના ન કરવા માટે અને કેટલાકને સંસ્કૃતનો ખોટો ઉચ્ચાર કરવા બદલ માર મારવામાં આવ્યો હતો.

આરોપો સામે આવ્યા બાદ પતંજલિ યોગપીઠ ટ્રસ્ટે પ્રિન્સિપાલને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ શાળા પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. પાકે કેસાંગના પોલીસ અધિક્ષક તાસી દરંગે જણાવ્યું હતું કે, પ્રિન્સિપાલ અને એક મહિલા દ્વારા વર્ગ એકથી ચાર સુધીના 20 વિદ્યાર્થીઓનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. જો કે આરોપીઓના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

Principal thrashes students for mispronouncing Sanskrit, arrested by police from UP

વિદ્યાર્થીઓને ધમકી આપવામાં આવી હતી
SPએ જણાવ્યું હતું કે, જો વિદ્યાર્થીઓ માતા-પિતાને દુર્વ્યવહાર વિશે કહેશે તો તેમને ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવી હતી. બાળકોને માર મારવાની ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ધોરણ 1ના વિદ્યાર્થીના માતા-પિતાએ તેના શરીર પર ઈજાના નિશાન જોયા. આ પછી 10 ડિસેમ્બરે સિજોસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આઈપીસીની કલમ 342 (ગેરકાયદેસર કેદ) અને 323 (સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી) તેમજ જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ 75 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જે બાળકો પ્રત્યેની ક્રૂરતા સાથે સંબંધિત છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular