કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ લઘુમતીઓ માટે મોટી જાહેરાત કરી છે. સીએમ સિદ્ધારમૈયાએ શુક્રવારે લઘુમતીઓ માટે શરૂ કરાયેલા તમામ કાર્યક્રમો ફરી શરૂ કરવાનું વચન આપ્યું હતું.
ડેલિગેશન સીએમને મળ્યું
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે કર્ણાટકના લઘુમતી મુસ્લિમ વિચારકોની સેન્ટ્રલ કાઉન્સિલ, ચાવડીનું એક પ્રતિનિધિમંડળ શુક્રવારે તેમને મળ્યું હતું અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર દ્વારા જાહેર કરાયેલી પાંચ ગેરન્ટીનો અમલ થઈ રહ્યો છે. તેમજ આગામી વર્ષથી લઘુમતીઓને વધુ અનુદાન ફાળવવામાં આવશે.
જણાવી દઈએ કે કર્ણાટકમાં જનહિતકારી આંદોલનોને કારણે ચાવડી લાંબા સમયથી ઓળખાય છે. ચાવડીએ મુસ્લિમ સમાજના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ પર ભાર મૂક્યો છે. તે કોમવાદની પણ વિરુદ્ધ છે.
લઘુમતીઓ માટે ફરીથી કાર્યક્રમો શરૂ થશે
રાજ્ય સરકારે કહ્યું કે લઘુમતી સમુદાય છેલ્લા પાંચ વર્ષથી સરકારી યોજનાઓથી વંચિત છે. આથી પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીને લઘુમતી વિભાગ અને કોર્પોરેશનો, હોસ્ટેલોને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવા અને જિલ્લામાં લઘુમતી પોલિટેકનિક કોલેજની સ્થાપના કરવા અપીલ કરી હતી.