Tomato Chutney Recipe: ભોજન કરતા સમયે સાથે જ જો ચટણી મળી જાય તો જમવાની મજા બમણી થઈ જતી હોય છે. ચટણી કોઈપણ વાનગીનો સ્વાદ વધારી દે છે. ભોજનમાં ચટણી સાઈડ કેરેક્ટર પરંતુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રોલ પ્લે કરે છે. આપણી ત્યાં વિવિધ પ્રકારની ચટણી બનાવવામાં આવે છે, પરંતુ તેમાં સૌથી વધુ ટામેટાની ચટણી પસંદ કરવામાં આવે છે. ત્યારે આજે અમે તમને પંજાબી સ્ટાઈલમાં ટામેટાની ચટણી કેવી રીતે બનાવવી તે જણાવવા જઈ રહ્યા છે. તેને બનાવવાની ખૂબ જ સરળ છે. જાણો.
પંજાબી ટામેટાની ચટણી બનાવવા માટેની સામગ્રી
2 ટામેટાં
4-5 લસણની કળી
2 લીલા મરચા
1 ચમચી શેકેલું જીરું પાવડર
સ્વાદ મુજબ મીઠું અને કાળું મીઠું
2 ચમચી સરસવનું તેલ
2-3 ચમચી ફ્રેશ સમારેલી કોથમીર
એક ચપટી ખાંડ
પંજાબી ટામેટાની ચટણી બનાવવાની રીત
ટામેટાં, લીલાં મરચાં અને લસણને ફ્રાય કરી લો.
હવે ટામેટાંને છોલીને કાપી લો.
એક મોર્ટારમાં લીલા મરચાં, લસણ, ધાણાજીરું અને થોડું મીઠું ઉમેરો.
તમામ સામગ્રીને પીસીને બાઉલમાં કાઢી લો.
ત્યારબાદ ટામેટાંને સારી રીતે પીસીને તે જ બાઉલમાં કાઢી લો.
થોડું સરસવનું તેલ, કાળું મીઠું અને ખાંડ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.
તૈયાર છે પંજાબી સ્ટાઈલ ટામેટાની ચટણી.
તેને પરાઠા, રોટલી, શાક અથવા ભાત સાથે સર્વ કરો.