spot_img
HomeEntertainmentરણવીર સિંહ અને દીપિકા પાદુકોણના સંબંધો વચ્ચે પડી તિરાડ, એક્ટરે ડિલીટ કરી...

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના સંબંધો વચ્ચે પડી તિરાડ, એક્ટરે ડિલીટ કરી નાંખ્યા લગ્નના ફોટોઝ!

spot_img

બોલિવૂડ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે આશરે 1 મહિના પહેલા જ પોતાની પ્રેગનેન્સી એનાઉન્સ કરી હતી. બંને જલ્દી જ પેરેન્ટ્સ બનવાના છે. આ વચ્ચે બંનેના લગ્નને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. લોકોએ સોશિયલ મીડિયા પર ત્યાં સુધી કહેવાનું શરૂ કરી દીધું છે કે બંનેના લગ્ન હવે જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. તેની પાછળનું કારણ પણ ધાંસૂ છે.

ખરેખર, રણવીર સિંહે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી લગ્નના ફોટોઝ ડિલીટ કરી દીધા છે. આ તસવીરોના ડીલીટ થતાં જ ફેન્સે બંનેના લગ્ન પર સંકટ હોવાનો અંદાજ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. ફેન્સ પણ તસવીરો ડીલીટ થવાનું બીજુ કોઇ ઠોસ કારણ હજુ સુધી નથી જાણી શક્યા.

ફેન્સે લગાવ્યો સંબંધોની ખટાશનો અંદાજ

ફેન્સે અંદાજ લગાવ્યો છે કે, રણવીર સિંહ અને દીપિકાના સંબંધોમાં ખટાશ આવી ગઇ છે. જો કે બોલિવૂડના આ સુપરસ્ટાર કપલે તેને લઇને કોઇ નિવેદન આપ્યું નથી. પરંતુ તસવીરો હટાવ્યા બાદ ફેન્સે સવાલોની વણઝાર લગાવી દીધી છે. રણવીર સિંહે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી લગ્નની ખૂબસૂરત તસવીરો હટાવી દીધી છે. હવે રણવીર સિંહે 2023ની જાન્યુઆરી પછીની તસવીરો રહેવા દીધી છે. તેની પહેલાની બધી પોસ્ટ રણવીર સિંહે હટાવી દીધી છે.

Ranveer Singh and Deepika Padukone's relationship came under fire, the actor deleted the wedding photos!

વર્ષ 2018ના નવેમ્બર મહિનાની 14 તારીખે ઇટલીમાં બંનેએ ધામધૂમથી લગ્ન કર્યા હતાં. બોલિવૂડના આ સ્ટાર કપલની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની તગડી ફેન ફોલોઇંગ છે. બંનેએ યુરોપના દેશ ઇટલીમાં પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતાં.

હવે લગ્નને લઇને ઉડી અફવાઓ

આ લગ્નની તસવીરોએ ફેન્સને ખૂબ જ ખુશ કર્યા હતાં. આજ સુધી બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વચ્ચે ખૂબ પ્રેમ રહ્યો છે. પાછલા કેટલાંક દિવસો પહેલા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે ફેન્સની સામે પેરેન્ટ્સ બનવાની ખુશખબર આપી હતી.

દીપિકા પાદુકોણ હાલ પ્રેગનેન્ટ છે. આ પ્રેગનેન્સીની એનાઉન્સમેન્ટ બાદ ફેન્સ પણ તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં હતાં. હવે પેરેન્ટ્સ બનવા વચ્ચે બંનેના સંબંધોમાં ખટાશ આવી ગઇ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે આ રિપોર્ટ્સ પર હાલ બંને સ્ટાર્સે કોઇ રિએક્શન આપ્યું નથી. હવે આ સમાચારોમાં કેટલી હકીકત છે તે તો બોલિવૂડ કપલ જાતે જ ફેન્સ સાથે શેર કરશે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular