ભારતીય રિઝર્વ બેંકે સતત પાંચમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈએ ફુગાવાને અંકુશમાં લેવાની પહેલના ભાગરૂપે આ કર્યું છે. તમને જણાવી દઈએ કે આરબીઆઈએ પાંચ નાણાકીય નીતિ સમીક્ષાઓમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ છેલ્લે ફેબ્રુઆરીમાં વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો હતો. તે સમયથી રેપો રેટ સ્થિર છે. રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાને કારણે, હોમ અને કાર લોન સહિત તમામ પ્રકારની લોનના EMIમાં ઘટાડા માટે રાહ જોઈ રહેલા લોકો નિરાશ થયા છે. હવે તેમને લોનની EMI ઘટાડવા માટે ફેબ્રુઆરી સુધી રાહ જોવી પડશે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહેલી મહત્વની વાતો
તમામ MPC સભ્યો રેપો રેટને સ્થિર રાખવાની તરફેણમાં છે
UPI પેમેન્ટ માટે ઑફલાઇન સુવિધા લાવવામાં આવશે
ભારતીય અર્થવ્યવસ્થા સતત સારું પ્રદર્શન કરી રહી છે
6માંથી 5 સભ્યો અનુકૂળ વલણ પાછું ખેંચવાની તરફેણમાં