spot_img
HomeLifestyleFoodFood News: રાજગરાની ફરાળી પુરી બનાવવાની રેસિપી

Food News: રાજગરાની ફરાળી પુરી બનાવવાની રેસિપી

spot_img

Food News: ઉપવાસમાં ભૂખ્યા રહેવું ઘણા લોકો માટે મુશ્કેલ હોય છે. ત્યારે આવી સ્થિતીમાં રાજગરાની પુરી આને બટાકાની સુકી ભાજી હોય તો મજા પડી જાય. આજે રાજગરાની ફરાળી પુરી કેવી રીતે બનાવવી તે ગુજરાતી જાગરણ તમને જણાવશે.

રાજગરાની ફરાળી પુરી બનાવવાની સામગ્રી

રાજગરાનો લોટ
બટાકું
મીઠું
લીલું મરચું
કોથમરી
આદુ
કોથમરી
તેલ
મરી પાવડર
શેકેલા જીરુંનો પાવડર

Recipe for making Rajgarh Farali Puri

રાજગરાની ફરાળી પુરી બનાવવાની રીત

મોટી કાથરોટમાં એક વાટકો રાજગરાનો ફરાળી લોટ લો. બાફેલા બટાકેને ખમણીને તે લોટમાં ઉમેરો.
તેમા મરી પાવડર, શેકેલા જીરુનો પાવડર, મીઠું ઉમેરો.
પછી મિક્સરજારમાં એક લીલું મરચું, મીઠા લીમડાના પાન, કોથમરી, આદુ ઉમેરી ક્રશ કરી પેસ્ટ બનાવી આ લોટમાં ઉમેરો.
એક ચમચી શીંગતેલ ઉમેરો અને લોટ બાંધી લો. જરૂર મુજબ પાણી ઉમેરો. પછી છેલ્લે તેલ ઉમેરી લોટ તૈયાર કરી દો.
પછી નાની નાની પુરી બનાવી લો અને તેલ મુકી તમામ પુરી તળી લો.
તૌ તૈયાર છે તમારી રાજગરાની ફરાળી પુરી.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular