spot_img
HomeBusinessReserve Bank of India: સૂચનાઓનું પાલન ન કરવા બદલ RBIએ આ બેંકોને...

Reserve Bank of India: સૂચનાઓનું પાલન ન કરવા બદલ RBIએ આ બેંકોને ફટકાર્યો દંડ

spot_img

Reserve Bank of India: ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI એ વિવિધ નિયમનકારી ધોરણોના ઉલ્લંઘન બદલ 5 સહકારી બેંકો પર કુલ 60.3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રાજકોટ નાગરિક સહકારી બેંકને 43.30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ અન્ય બાબતોની સાથે સાથે ડિરેક્ટરો અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સ પરના નિયંત્રણો અંગે આરબીઆઈની સૂચનાઓનું પાલન ન કરવા માટે લાદવામાં આવ્યો છે.

કેન્દ્રીય બેંકે કાંગડા કો-ઓપરેટિવ બેંક (નવી દિલ્હી), રાજધાની નગર કો-ઓપરેટિવ બેંક (લખનૌ) અને ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક, ગઢવાલ (કોટદ્વાર, ઉત્તરાખંડ) પર 5-5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સિવાય ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક (દેહરાદૂન) પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે દરેક કિસ્સામાં, દંડ નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંકો દ્વારા તેમના સંબંધિત ગ્રાહકો સાથે દાખલ કરવામાં આવેલા કોઈપણ વ્યવહારની માન્યતાને અસર કરવાનો નથી.

અગાઉ, કેન્દ્રીય બેંકે કેટલાક નિયમોના ઉલ્લંઘન બદલ IDFC ફર્સ્ટ બેંક પર 1 કરોડ રૂપિયા અને LIC હાઉસિંગ ફાઇનાન્સ પર 49.70 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ – હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (રિઝર્વ બેંક) માર્ગદર્શિકા, 2021 ની કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ LIC હાઉસિંગ ફાઇનાન્સ પર દંડ લાદવામાં આવ્યો હતો.

આ સિવાય આરબીઆઈએ ચાર NBFCs કુંડલ મોટર ફાઈનાન્સ, નિત્યા ફાઈનાન્સ, ભાટિયા હાયર પરચેઝ અને જીવનજ્યોતિ ડિપોઝિટ અને એડવાન્સિસના સર્ટિફિકેટ ઑફ રજિસ્ટ્રેશન (CoR) રદ કર્યા છે. આ કંપનીઓ હવે NBFC બિઝનેસ નહીં કરી શકે. તે જ સમયે, અન્ય પાંચ NBFC – ગ્રોઇંગ ઓપોર્ચ્યુનિટી ફાઇનાન્સ (ઇન્ડિયા), ઇન્વેલ કોમર્શિયલ, મોહન ફાઇનાન્સ, સરસ્વતી પ્રોપર્ટીઝ અને ક્વિકર માર્કેટિંગે તેમના નોંધણી પ્રમાણપત્રો પરત કર્યા છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular