પાકિસ્તાનમાં એક દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક મકાનની છત ધરાશાયી થતાં બે બાળકો સહિત 6 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક મકાનની છત ધરાશાયી થતાં એક મકાનમાં રહેતા છ લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં બે બાળકો પણ સામેલ છે. આ ઘટના સોમવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના દક્ષિણ વઝીરિસ્તાન આદિવાસી જિલ્લાના રઘઝાઈ વિસ્તારમાં બની હતી.
10 લોકો ઘાયલ, હોસ્પિટલમાં દાખલ
છત પડવાની આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે ઘાયલોની હાલત હજુ પણ ગંભીર છે. પ્રાંતના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુરે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. આ સાથે તેમણે જિલ્લા પ્રશાસનને પીડિત પરિવારોને મદદ કરવા માટે પણ સૂચના આપી છે.
પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો કર્યો
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વામાં સતત આતંકવાદી ગતિવિધિઓ થઈ રહી છે. હવે આ અશાંત વિસ્તારમાં એક કરૂણ અકસ્માત સર્જાયો છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે પાકિસ્તાને અફઘાનિસ્તાનની સરહદે આવેલા વિસ્તારોમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. પાકિસ્તાનના આ હવાઈ હુમલામાં 7 તાલિબાન માર્યા ગયા છે. અફઘાનિસ્તાનમાં ઘૂસ્યા બાદ પાકિસ્તાને બે આતંકવાદી ઠેકાણાઓ પર આ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે.
આ માટે બે પ્રાંતોને નિશાન બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ઘૂસીને તહરીક-એ-તાલિબાનના આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ એર સ્ટ્રાઈક પાકિસ્તાનની સરહદે આવેલા ખોસ્ત અને પાકિતા પ્રાંતમાં બે અલગ-અલગ સ્થળોએ કરવામાં આવી છે.