ભારતના સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા-સેબી (સેબી) એ અદાણી ગ્રૂપ સામે હિંડનબર્ગ રિપોર્ટની તપાસ પૂર્ણ કરવા અને તેની તપાસનો સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં વધુ 15 દિવસનો સમય માંગ્યો છે.
અમેરિકાના શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ સામે આક્ષેપો કર્યા હતા, ત્યાર બાદ અનેક ઘટનાક્રમો થયા હતા અને સુપ્રીમ કોર્ટે સેબીને આ મામલે તપાસ અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ કેસની સુનાવણી ઓગસ્ટ મહિના માટે સ્થગિત કરવામાં આવી હતી, ત્યારબાદ કેસની સુનાવણી 14 ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવી હતી.
અદાણી ગ્રુપ પર હેરાફેરીના આરોપો છે
આ વર્ષે 24 જાન્યુઆરીના રોજ, હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર હેરાફેરી દ્વારા કંપનીઓના શેરો વેચવાનો આરોપ લગાવતો અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. આ પછી અદાણી ગ્રુપના શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો અને આગામી એક મહિનામાં અદાણી ગ્રુપના શેરમાં 85 ટકાનો ઘટાડો થયો.