Beaches Of Gujarat : દરેક કપલ દર વર્ષે રજાઓ માટે એક ચોક્કસ યોજના ધરાવે છે. કપલ્સની આ યાદીમાં સૌથી મોખરે ગોવા હોય છે. આજે અમે એવા ગુજરાતના કેટલાક જાણીતા બીચ વિશે વાત કરશું કે જે ગોવા જેવા છે. આ વેકેશનમાં તમે આ બીચ પર ફરવા જવાની યોજના બનાવી શકો છો.
તમે ગુજરાતમાં જ આ સુંદર બીચની મુલાકાત લઈ શકો છો. આ સુંદર બીચ કે જે તમને ગોવાને પણ ભૂલવી દેશે. ગુજરાતના સુંદર બીચોને જોઈને યાત્રા કરવી તમારા માટે એક શાનદાર સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કે કયાં-કયાં બીચ છે કે જ્યાં તમે સુખદ પળ ગાળી શકશો.
માધવપુર બીચ
ગુજરાતમાં માધવપુર બીચ પર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અહીં તમે તમારા પાર્ટનર સાથે ખૂબ મસ્તી કરી શકો છો. આ સાથે તમે અહીંથી કેટલાક સ્થાનિક કપડાં પણ ખરીદી શકો છો. તમે અહીં બેસીને બીચ નજીક તમારા પાર્ટનર સાથે વાત કરી શકો છો.
દ્વારકા બીચ
અમદાવાદથી થોડે દૂર આવેલા દ્વારકાને ભગવાન કૃષ્ણની નગરી કહેવામાં આવે છે. આ મંદિર સમુદ્રની વચ્ચે છે. આવી સ્થિતિમાં દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા માટે દેશ-વિદેશમાંથી અનેક શ્રદ્ધાળુઓ ગુજરાત આવે છે. તમારા જીવનસાથી સાથે મંદિરમાં ભગવાનના આશીર્વાદ લેવા સાથે આધ્યાત્મિકતા અને ભક્તિમય માહોલ વચ્ચ દ્વારકા બીચની મુલાકાત લઈ શકો છો.
માંડવી બીચ
કચ્છના માંડવી બીચ પરથી સૂર્યાસ્તનો સુંદર નજારો જોવો તમારા માટે એક અદ્ભુત અનુભવ હશે. અહીં ભીડ ઓછી હોવાને કારણે દરિયાનું પાણી એકદમ સ્વચ્છ છે. તમે અહીં ઘોડા અને ઊંટ પર સવારી કરીને તમારા પાર્ટનર સાથે આરામની પળો વિતાવી શકો છો. અહીં જઈને તમને ખૂબ સારો અહેસાસ થશે.
ચૌપાટી બીચ
ગુજરાતના પોરબંદરમાં આવેલ ચૌપાટી બીચની ગણના દેશના સૌથી સ્વચ્છ બીચમાં થાય છે. આ બીચ અમદાવાદથી 4-5 કલાકના અંતરે આવેલું છે. પોરબંદરની મુસાફરી દરમિયાન, તમે ચોપાટી બીચની પણ મુલાકાત લઈ શકો છો. આ બીચ જોઈને તમને ચોક્કસપણે ગોવાની યાદ આવી જશે.