spot_img
HomeLatestNationalવરિષ્ઠ IPS અધિકારીએ ગોળી મારી કરી આત્મહત્યા કરી, કારણો હજી સુધી અકબંધ

વરિષ્ઠ IPS અધિકારીએ ગોળી મારી કરી આત્મહત્યા કરી, કારણો હજી સુધી અકબંધ

spot_img

તમિલનાડુના કોઈમ્બતુરમાં એક વરિષ્ઠ IPS અધિકારીએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. કોઈમ્બતુર રેન્જના ડીઆઈજી વિજય કુમારે આજે વહેલી સવારે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં તેમની આ પોસ્ટ પર ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ પહેલા તેઓ તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં પોસ્ટેડ હતા. અધિકારી વિજય કુમાર 2009 બેચના IPS છે. તેઓ અનેક જિલ્લાઓમાં એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. વરિષ્ઠ અધિકારીની આત્મહત્યાના સમાચારથી પોલીસ વિભાગમાં સનસનાટી મચી ગઈ છે. હાલ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. પોલીસની વિશેષ ટીમ આત્મહત્યાના કારણની તપાસ કરી રહી છે.

Senior IPS officer shot and killed himself, reasons still unclear

IPS અધિકારીએ આત્મહત્યા કરી

તે જ વર્ષે, વિજયકુમારે કોઈમ્બતુર રેન્જના નવા નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે ચાર્જ સંભાળ્યો. આ પહેલા તેમની છેલ્લી પોસ્ટિંગ ચેન્નાઈમાં હતી. અગાઉ તેમણે કાંચીપુરમ, કુડ્ડલોર, નાગપટ્ટિનમ, તિરુવરુર જેવા અનેક જિલ્લાઓમાં સેવા આપી છે. ચેન્નાઈમાં, તેમણે નાયબ પોલીસ કમિશનર તરીકે સેવા આપી હતી. હાલમાં તેઓ કોઈમ્બતુર રેન્જમાં પોસ્ટેડ હતા જે કોઈમ્બતુર ગ્રામીણ, તિરુપુર ગ્રામીણ, નીલગીરી અને ઈરોડ જિલ્લાઓને આવરી લે છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular