spot_img
HomeGujaratAhmedabadશાહરૂખ ખાનની તબિયત અચાનક લથડી, આ કારણે થયો બીમાર

શાહરૂખ ખાનની તબિયત અચાનક લથડી, આ કારણે થયો બીમાર

spot_img

શાહરૂખ ખાનની ખરાબ તબિયતના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગરમીના કારણે સુપરસ્ટારની તબિયત લથડી હતી અને તે ડિહાઇડ્રેશનનો શિકાર બન્યો હતો. જે બાદ તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

શાહરૂખ ખાન IPL 2024 ક્વોલિફાયર 1 માં તેની ટીમ KKR ને સપોર્ટ કરવા અમદાવાદમાં હતો. ગઈકાલે, તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેની ટીમ માટે તાળીઓ પાડતો અને ઉત્સાહ આપતો જોવા મળ્યો હતો.

Shah Rukh Khan meets with an accident in US, undergoes surgery: Report -  BusinessToday

હીટસ્ટ્રોકના કારણે તબિયત લથડી હતી

તમને જણાવી દઈએ કે ગઈકાલે અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીને પાર હતું. આવી સ્થિતિમાં કહી શકાય કે હીટ સ્ટ્રોકના કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો.

પુત્ર અબરામ સાથેનો વીડિયો વાયરલ થયો હતો

IPL 2024 ક્વોલિફાયર 1 મેચમાં શાહરૂખ ખાન પુત્ર અબરામ અને પુત્રી સુહાના ખાન સાથે તેની ટીમને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. સુપરસ્ટારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે અબરામ સાથે KKRના પરફોર્મન્સ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ મેચમાં KKRએ સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવીને IPLની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular