spot_img
HomeLifestyleFoodShikanji Masala Recipe: હવે ઘરે જ બનાવીને સ્ટોર કરી લો શિકંજી મસાલો,...

Shikanji Masala Recipe: હવે ઘરે જ બનાવીને સ્ટોર કરી લો શિકંજી મસાલો, ગરમીમાં મિનિટોમાં બનાવી શકશો કોલ્ડ ડ્રિન્ક

spot_img

Shikanji Masala Recipe: ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે લોકો ઠંડી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. એવી વસ્તુઓ જે ન માત્ર હીટ સ્ટ્રોકથી બચાવે પરંતુ સ્વાસ્થ્યને પણ અનેક પ્રકારના ફાયદા પહોંચાડવાનું કામ કરે. લોકો એવા ફળોને ખાય છે જે શરીરમાં પાણીની કમી ન થવા દે. જેમાં તરબૂચ જેવા ફળોનો સમાવેશ થાય છે. આ સિવાય ઘણા હેલ્ધી ડ્રિંક્સ લે છે. આ ડ્રિંક્સમાં શિકંજીનો પણ સમાવેશ થાય છે. શિકંજી બનાવવા માટે શિકંજી મસાલાની પણ જરૂર પડે છે. તમે શિકંજી બનાવવા માટે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો.

તેને તમે ઘરે બનાવીને લાંબા સમય સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. જ્યારે પણ જરૂર પડે તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો. આ મસાલો શિકંજીનો સ્વાદ તો બમણો કરશે જ, સાથે જ આ મસાલાથી સ્વાસ્થ્યને પણ ઘણા લાભો થશે. ચાલો જાણીએ કે તમે ઘરે કેવી રીતે શિંકજી મસાલો બનાવી શકો છો.

આ રીતે તૈયાર કરો શિંકજી મસાલો

સામગ્રી

3 ચમચી સંચળ
2 ચમચી જીરું
1 ચમચી વરિયાળી
1 ચમચી કાળા મરી
1 ચમચી ઈલાયચી
2 ઈંચ લાંબો તજનો ટુકડો
½ કપ દળેલી ખાંડ

 

શિકંજી મસાલો બનાવવાની રીત

શિકંજી મસાલો બનાવવા માટે સૌથી પહેલા એક કડાઈને ગરમ કરીને તેમાં જીરું નાખીને મીડિયમ ફ્લેમ પર શેકી લો. જ્યારે જીરું થોડું શેકાઈ જાય ત્યારે તેને એક પ્લેટમાં કાઢીને ઠંડુ થવા માટે રાખી દો.

આ પછી શેકેલા જીરુને પીસીને તેનો પાવડર બનાવી લો. હવે આ જીરુ પાવડરમાં સંચળ, તજ, ઈલાયચી, વરિયાળી અને કાળામરી નાખીને ફરીથી પીસી લો. હવે આ પીસેલા મસાલાને ગાળી લો.

તૈયાર છે તમારો બજાર જેવો શિકંજી મસાલો. તેને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી લો.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular