લોકોને મતદાન કરવા માટે કેટલાક લોકો અવનવી રીતે પ્રોત્સાહીત કરતા હોય છે. જેના પગલે વધુ મતદાન થાય. ત્યારે અમદાવાદના નરોડાની એક સોસાયટીમાં મત આપ્યાનું નિશાન બતાવનારને વિનામૂલ્યે અવનવા ભજીયાનું વિતરણ કરાઈ રહ્યું છે.
લોકોને મતદાન કરવા માટે કેટલાક લોકો અવનવી રીતે પ્રોત્સાહીત કરતા હોય છે. જેના પગલે વધુ મતદાન થાય. ત્યારે મતદારોને મતબુથ સુધી લાવવા નરોડાની સોસાયટી દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
નરોડાની એક સોસાયટીમાં મત આપ્યાનું નિશાન બતાવનારને વિનામૂલ્યે અવનવા ભજીયાનું વિતરણ કરાઈ રહ્યું છે. મતદાન કરનાર મતદારોને 100 અલગ અલગ પ્રકારની ભજીયા વિનામૂલ્યે પીરસવામાં આવ્યા છે. મતદારોને ચાઈનીઝ ભજીયા,કમળ કાકડી ના ભજીયા, રીંગણ, પનીર, ચીઝ, પાલક, કાકડી, કેરી, ફુલાવર, કેળાના ભજીયાનું વિતરણ કરવામાં આવ્યુ છે.