સ્ટીવ સ્મિથને ફરીથી ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનું સુકાન બનાવવામાં રસ નથી પરંતુ 33 વર્ષીય સ્મિથને 9 માર્ચથી અમદાવાદમાં રમાનારી ચોથી ટેસ્ટમાં ફરીથી ચાર્જ સંભાળવો પડી શકે છે. નિયમિત સુકાની પેટ કમિન્સ, જે તેની બિમાર માતાની સંભાળ લેવા માટે દિલ્હીમાં બીજી ટેસ્ટ પછી ઘરે પરત ફર્યો હતો, તે હજુ પણ સિડનીમાં છે.
ત્રીજી ટેસ્ટમાં સ્મિથે કેરટેકર કેપ્ટનની ભૂમિકા સંભાળી હતી. ઈન્દોરમાં, મુલાકાતી ટીમ ત્રીજા દિવસે નવ વિકેટે જીતી ગઈ હતી. ઈન્દોરમાં જીત સાથે ઓસ્ટ્રેલિયાએ જૂનમાં ઓવલ ખાતે યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે પણ ક્વોલિફાય કર્યું છે.

કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડે કહ્યું કે કમિન્સ ઓસ્ટ્રેલિયામાં જ રહ્યા પરંતુ ખેલાડીઓના સંપર્કમાં છે. તેણે કહ્યું કે અમે મુશ્કેલ સમયમાં અમારા ખેલાડીઓ અને તેમના પરિવાર સાથે છીએ. અમે તેના સંપર્કમાં છીએ અને ટેસ્ટ મેચને હજુ થોડા દિવસો બાકી છે.
સ્મિથે 2014 થી 2018 સુધી ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ કરી હતી પરંતુ દક્ષિણ આફ્રિકામાં બોલ ટેમ્પરિંગ બાદ તેની કેપ્ટનશીપ છીનવાઈ ગઈ હતી. તે પછી, નવેમ્બર 2021 માં કમિન્સનો કેપ્ટન બન્યા પછી, તે તેનો સહાયક રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન ત્રણ વખત ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ કરી છે.