spot_img
HomeTechતો શું હવે ગૂગલ ક્રોમ માટે પણ ચૂકવણી કરવી પડશે, પેઇડ વર્ઝન...

તો શું હવે ગૂગલ ક્રોમ માટે પણ ચૂકવણી કરવી પડશે, પેઇડ વર્ઝન અંગે કંપનીનું શું છે આયોજન

spot_img

ગૂગલ ક્રોમ યુઝર્સ માટે મોટા સમાચાર છે. ગૂગલ ક્રોમ હવે પેઇડ સર્વિસ બનવા જઇ રહી છે. એટલે કે ગૂગલ ક્રોમની ફી આધારિત સેવા શરૂ થવા જઈ રહી છે. ગૂગલ ક્રોમનું એન્ટરપ્રાઈઝ વર્ઝન માટે હવે પેમેન્ટ ચૂકવવું પડશે, અને ચુકવણી બાદ જ યુઝર્સ ક્રોમનો ઉપયોગ કરી શકશે.

હાલમાં જ ગૂગલ ક્રોમના એન્ટરપ્રાઈઝ વર્ઝનમાં એક પ્રીમિયમ ફીચર ઉમેરવામાં આવ્યું છે, જેને ખાસ કરીને સંસ્થા અને બિઝનેસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. ગૂગલે એમ પણ કહ્યું છે કે ક્રોમના એન્ટરપ્રાઇઝ પ્રીમિયમ સાથે સંસ્થાઓ અને વ્યવસાયોને વધારાની સુરક્ષા મળશે.

કંપનીએ કેટલાક સિક્યોરિટી ફીચર્સ એડ કર્યા છે જેના માટે તેને પૈસા જોઈએ છે. Google Chrome નું એન્ટરપ્રાઇઝ વર્ઝન બ્રાઉઝર સેટિંગ્સ અને Apps Enterprise જેવા IT એડમિન નિયંત્રણોની ઍક્સેસ સાથે આવે છે. ગૂગલ ક્રોમના આ વર્ઝન સાથે ડેટા પ્રોટેક્શન, માલવેર ગાર્ડ અને ફિશિંગ પ્રોટેક્શન ઉપલબ્ધ છે.

ગૂગલ ક્રોમના એન્ટરપ્રાઈઝ વર્ઝન માટે તમારે 6 ડોલર એટલે કે લગભગ 480 રૂપિયા પ્રતિ માસ ચૂકવવા પડશે. ગૂગલ ક્રોમ એન્ટરપ્રાઇઝ સાથે બે વિકલ્પો ઉપલબ્ધ હશે, એક કોર હશે જે મફત છે અને બીજો પ્રીમિયમ છે જેના માટે ચુકવણી કરવાની રહેશે. Google ખાસ કરીને માલવેર સ્કેન જેવી સુરક્ષા માટે પ્રીમિયમ વર્ઝનનો પ્રચાર કરી રહ્યું છે.

એકંદરે, મોબાઇલ વપરાશકર્તાઓ અને સામાન્ય વપરાશકર્તાઓને ગૂગલના આ નિર્ણયથી કોઈ અસર થશે નહીં. તેઓ પહેલાની જેમ મફતમાં Google Chrome નો ઉપયોગ કરી શકશે. ફક્ત Google Chrome નું એન્ટરપ્રાઇઝ વર્ઝન માટે જ ચુકવણી કરવાની રહેશે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular