પોષક તત્વોથી ભરપૂર પિસ્તા ડ્રાય ફ્રુટના સેવન કરવાના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. પિસ્તામાં વિટામીન B6, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફાઈબર, પ્રોટીન, આયર્ન, ફોસ્ફરસ, કોપર અને એન્ટીઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે.
પલાળેલા પિસ્તાના સેવનથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. પિસ્તાનું સેવન હૃદયને સ્વસ્થ રાખે છે, બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે, હાડકાં મજબૂત કરે છે અને સાથે જ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જાણો પલાળેલા પિસ્તા ખાવાના ફાયદા.
હૃદયને સ્વસ્થ રાખે છે
પિસ્તામાં પોટેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં મળી આવે છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પિસ્તાનું નિયમિત સેવન શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડે છે, જેનાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે
પિસ્તાનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. તેમાં સારી માત્રામાં મળી આવતું ફાઇબર બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
પિસ્તામાં મળી આવતું ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેના કારણે પિસ્તાના સેવન બાદ વારંવાર ભૂખ નથી લાગતી અને વધું પડતું ખાવાથી બચી શકાય છે.
હાડકાં મજબૂત કરે છે
પિસ્તામાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. પલાળેલા પિસ્તાના સેવનથી હાડકાં મજબૂત થાય છે.
રોગપ્રતિકારક શક્તિ વધે છે
પિસ્તામાં ભરપૂર માત્રામાં મળી આવતા વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ જેવા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેના સેવનથી બેક્ટેરિયા, વાયરસ અને ગંભીર બીમારીઓથી બચી શકાય છે.
આ રીતે કરો પલાળેલા પિસ્તાનું સેવન
આખી રાત એક ગ્લાસ પાણીમાં પિસ્તાને પલાળી રાખ્યા બાદ બીજા દિવસે સવારે ઉઠીને તેનું સેવન કરો. આ સાથે જ તેનું પાણી પણ પી શકાય છે. ધ્યાનમાં રાખો કે વધુ માત્રામાં તેના સેવનથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો.