ગુજરાત ભારતનું સૌથી સુંદર અને રંગીન રાજ્ય છે. આ રાજ્ય તેના રંગબેરંગી તહેવારો, સમૃદ્ધ વારસો અને સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતું છે. ભારતના ઈતિહાસમાં ગુજરાતને સંસ્કૃતિ અને વેપારનું કેન્દ્ર માનવામાં આવે છે. આ આર્થિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ જ સમૃદ્ધ રાજ્ય છે. અહીંની સંસ્કૃતિ અને પરંપરા પ્રવાસીઓને ખૂબ આકર્ષિત કરે છે.
એકંદરે, અહીં આવીને વ્યક્તિને અતુલ્ય ભારતની વાસ્તવિક સુગંધનો અનુભવ થાય છે. ગુજરાત વિશે આપણે ઘણી વાતો પુસ્તકો અને ટીવી પર સાંભળી અને વાંચી છે. પરંતુ હજુ પણ કેટલાક એવા તથ્યો છે, જેના વિશે આપણે અજાણ છીએ. તો ચાલો આજે અમે તમને ગુજરાતના એવા તથ્યોથી પરિચિત કરાવીએ.
સૌથી વધુ એરપોર્ટ
તમને કદાચ જાણીને નવાઈ લાગશે, પરંતુ ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં લગભગ 18 એરપોર્ટ છે. જેના કારણે તે દેશમાં સૌથી વધુ કાર્યરત એરપોર્ટ ધરાવતું રાજ્ય છે. આ દ્રષ્ટિએ જો જોવામાં આવે તો ગુજરાતમાં ટ્રાવેલ કરવું તમારા માટે ચોક્કસપણે વધુ સુવિધાજનક છે.
સૌથી વધુ શાકાહારી
ગુજરાત એક એવું રાજ્ય છે, જ્યાં ભારતના અન્ય કોઈપણ રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં શાકાહારી લોકોની સંખ્યા સૌથી વધુ છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ફાસ્ટ ફૂડ બ્રાન્ડ ડોમિનોઝ, પિઝા હટ અને સબવેએ વિશ્વનું પ્રથમ વેજીટેરિયન આઉટલેટ્સ અમદાવાદમાં ખોલ્યા હતા.
જોકે, અહીં તમારે એ પણ સમજવું જોઈએ કે ગુજરાતમાં દરેક વ્યક્તિ શાકાહારી નથી. અહીંના કેટલાક લોકો નોન-વેજ ખાવાનું પણ પસંદ કરે છે. અમદાવાદની ભટિયાર ગલી તેનો શ્રેષ્ઠ પુરાવો છે. અહીં તમને નોન-વેજની અનેક વેરાયટી જોવા અને ચાખવા માટે મળશે.
એશિયાઈ સિંહોનું ઘર
ગીર નેશનલ પાર્ક અને વાઈલ્ડલાઈફ સૈન્ચુરીની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. આ એશિયાનો એકમાત્ર એવો વિસ્તાર છે જ્યાં એશિયાટિક સિંહો જોવા મળે છે. 2015માં કરવામાં આવેલી એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીમાં જાણવા મળ્યું કે તે સમયે સિંહોની વસ્તી આશરે 523 હતી.
ગુજરાત શબ્દનો અર્થ
ગુજરાત શબ્દ વાસ્તવમાં સંસ્કૃત શબ્દ ‘ગુર્જરાત્રા’ પરથી ઉત્પન થયો છે. જેનો અર્થ છે “ગુર્જરોની ભૂમિ”. જણાવી દઈએ કે ગુર્જર જનજાતિએ 8મી અને 9મી સદીની વચ્ચે આ વિસ્તાર પર શાસન કર્યું હતું. પ્રાચીન સમયમાં તેને ગુર્જરદેશ પણ કહેવામાં આવતું હતું. બાદમાં તેનું નામ બદલીને ગુજરાત થઈ ગયું.
સૌથી મોટી સોલ્ટ ડેઝર્ટ
કચ્છનું રણ ગુજરાતના કચ્છ જિલ્લામાં થાર રણમાં આવેલું એક મોટું મીઠાનું રણ છે. 7500 કિમીના વિસ્તારમાં ફેલાયેલા આ રણને વિશ્વના સૌથી મોટા મીઠાના રણમાંથી એક માનવામાં આવે છે. 45674 કિમી વિસ્તાર સાથે કચ્છ ભારતનો સૌથી મોટો જિલ્લો છે.