spot_img
HomeSportsદક્ષિણ આફ્રિકાએ બધા ને પાછળ છોડી દીધા , બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

દક્ષિણ આફ્રિકાએ બધા ને પાછળ છોડી દીધા , બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

spot_img

દક્ષિણ આફ્રિકાની ટીમે સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વખત ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આફ્રિકન બોલરોએ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું અને અફઘાનિસ્તાનના બેટ્સમેનો તેમની સામે ટકી શક્યા ન હતા. પ્રથમ બેટિંગ કરતા અફઘાન ટીમ માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી દક્ષિણ આફ્રિકાએ આ લક્ષ્યનો સરળતાથી પીછો કર્યો.

દક્ષિણ આફ્રિકાએ આ રેકોર્ડ બનાવ્યો હતો

એડન મેકક્રમની કપ્તાનીમાં દક્ષિણ આફ્રિકાની ટીમ વર્તમાન ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ એક પણ મેચ હારી નથી. દક્ષિણ આફ્રિકાએ અત્યાર સુધી સતત 8 મેચ જીતી છે. આ સાથે ટીમ સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપમાં સતત સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાની બરાબરી કરી લીધી છે. જ્યારે ભારત અને ઈંગ્લેન્ડ પાછળ રહી ગયા છે. ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપમાં સતત 8 મેચ જીતી છે. જ્યારે ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડે સતત 7-7 મેચ જીતી છે.

T20 વર્લ્ડ કપમાં સતત સૌથી વધુ મેચ જીતનાર ટીમો:

  • દક્ષિણ આફ્રિકા- 8 મેચ, 2024
  • ઓસ્ટ્રેલિયા- 8 મેચ, (2022-2024)
  • ઈંગ્લેન્ડ- 7 મેચ, (2010-2012)
  • ભારત- 7 મેચ, (2012-2014)

દક્ષિણ આફ્રિકાએ મેચ જીતી લીધી હતી

સાઉથ આફ્રિકા સામેની સેમીફાઈનલ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. આ મેચમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનો શાનદાર પ્રદર્શન કરી શક્યા હતા અને માત્ર 56 રન જ બનાવી શક્યા હતા. અફઘાનિસ્તાન માટે માત્ર અઝમતુલ્લા ઓમરઝાઈ જ બે આંકડા સુધી પહોંચી શક્યો. આ પછી સાઉથ આફ્રિકા તરફથી રીઝા હેન્ડ્રિક્સે 29 રન અને એડન મેકક્રમે 23 રન બનાવ્યા હતા. આ બંને ખેલાડીઓ અંત સુધી આઉટ ન થયા અને દક્ષિણ આફ્રિકાને જીત અપાવી.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular