બંગાળની ખાડીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ન્યૂઝ એજન્સી ANIએ નેશનલ સિસ્મોલોજી સેન્ટરને ટાંકીને જણાવ્યું કે બંગાળની ખાડીમાં આજે સવારે 5:32 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી છે.
NCRમાં ફરી ભૂકંપના આંચકા
દિલ્હી-NCR અને ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં સોમવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સાંજે 4:16 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 હતી. નેપાળ ફરી ભૂકંપનું કેન્દ્ર હતું. શુક્રવારે રાત્રે પણ ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેપાળમાં શુક્રવારે ભયંકર ભૂકંપ આવ્યો હતો.
નેપાળમાં શુક્રવારે ભયંકર ભૂકંપ આવ્યો હતો. જેમાં 157 લોકોના મોત થયા હતા. નેપાળમાં શુક્રવારે મધ્યરાત્રિએ આવેલા ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી 500 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત જાજરકોટ જિલ્લામાં હતું. ભૂકંપના કારણે નેપાળમાં સેંકડો મકાનો ધરાશાયી થયા હતા.