તાઈવાનની રાજધાની તાઈપેઈમાં મંગળવારે સવારે 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ન્યૂઝ એજન્સી અનુસાર, ભૂકંપ દરમિયાન તાઈપેઈમાં ઈમારતો ધ્રૂજવા લાગી. જોકે, કોઈ જાનહાનિ કે કોઈ પ્રકારના નુકસાનના સમાચાર નથી. તાઈવાનના સેન્ટ્રલ વેધર બ્યુરોએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ટાપુના પૂર્વ કિનારે સમુદ્રમાં હતું.
નેપાળમાં પણ ભૂકંપ આવ્યો હતો
નેપાળમાં મંગળવારે સવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, રાજધાની કાઠમંડુમાં આજે (24 ઓક્ટોબર) સવારે 4:17 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો