spot_img
HomeGujaratગુજરાતનું એક એવું બુથ કે ત્યાં માત્ર 3 જ વોટ પડ્યાં, મતદારોમાં...

ગુજરાતનું એક એવું બુથ કે ત્યાં માત્ર 3 જ વોટ પડ્યાં, મતદારોમાં રોષ

spot_img

મે મહિનાના આકરા તાપ વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠક અને પાંચ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 47.03 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ગુજરાતનું એક એવું બુથ સામે આવ્યું છે, જ્યાં માત્ર 3 વોટ જ પડ્યાં છે.

મહિસાગરના બાલાસિનોરમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આ મતદારના દિવસે મતદાન બુથ પર અધિકારીઓ મતદાતાઓની રાહ જોઇ રહ્યાં છે, પરંતુ ત્યાં કોઇ મતદાર કરવા પહોંચી રહ્યું નથી. બાલાસિનોરના બે બુથ પર મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જેના પગલે બોડોલી બુથ પર માત્ર 34 વોટ પડ્યાં છે, જ્યારે કુંજરા બુથ પર માત્ર 3 જ વોટ પડ્યાં છે. આ બુથમાં આવતા લોકોએ ડમ્પિંગ સાઇડને લઇને મતદાનનો બહિષ્કાર કર્યો છે.

Such a booth in Gujarat where only 3 votes were cast, anger among voters

બાલાસિનોર ડમ્પિંગ સાઈડના વિરોધને લઈ મતદાન બહિષ્કાર યથાવત છે. બાલાસિનોરના ગ્રામપંચાયતના બે બુથ બોડોલી, કુંજરા ગામના બુથ પર નહીંવત મતદાન થયું છે. ડમ્પિંગ સાઈડના વિરોધને લઇ મતદારોમાં મોટા પ્રમાણમાં નારાજગી જોવા મળી રહી છે. ડમ્પિંગ સાઈડ પ્રભાવિત ગામોમાં લોકોએ મતદાન કરવાનું સ્વેચ્છિક ટાળ્યું છે. બપોરના 3:00 વાગ્યાનો સમય વીતી ચૂક્યો છે તેમ છતાં બોડોલી બુથ પર 34 મત જ્યારે કુંજરા બુથ પર 3 જ મત પડ્યા છે. બોડેલી બુથ પર 790 મતદાતા છે જેમાં માત્ર 34 મત પડ્યા છે. જ્યારે કુજરા બુથ પર 734ની સામે માત્ર 3 મત પડયા છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular