આજે રવિવાર સૌરાષ્ટ્ર માટે દુઃસ્વપ્ન સાબિત થયો હતો. વહેલી સવારે ત્રણ અલગ-અલગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં 2 અલગ-અલગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે.
પ્રથમ બનાવમાં સુરેન્દ્રનગરના દસાડા પાસે અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. ગવાણા ગામના પેટ્રોલ પંપ પાસે ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલક અને ક્લીનરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ભાવનગર-અમદાવાદ હાઇવે પર અજાણ્યા વાહને રાહદારીઓને કચડી નાખ્યા
બીજો બનાવ આજે સવારે ભાવનગર-અમદાવાદ હાઈવે પર એક ભયાનક અકસ્માત હતો, જેમાં કોઈ અજાણ્યા વાહને રાહદારીઓના ટોળાને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ રાહદારીઓના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ચારને ગંભીર ઇજાઓ થતાં ભાવનગર સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા.
ત્રીજો અકસ્માત પીપલી-વટમાન હાઈવે પર સુંદરનગરમાં સવારે થયો હતો. ભોલાદ પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યાં 7 લોકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં બે અલગ-અલગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે.