રાજનીતિક રસૂખદારના બન્ને એકમો વર્ષો થી NOC વગર ધમધમતા રહ્યા અને મનપા 11 વર્ષથી (આર્થિક ધુમટો તાણીને) લાજ કાઢતું હતું ?
જૂનાગઢ. રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડમાં નિર્દોષ બાળકો ભુલકાઓ અને અન્ય શખ્સોના કમકમાટીભર્યા અગ્નિકાંડમાં ભડથુ થઈ જવાની ઘટના બાદ રાતોરાત ગુજરાતમાં કોર્પોરેશનો 8 નગરપાલિકાઓ અન્ય કચેરીઓમાં અધિકારીની ટીમની તવાઈ તપાસ ખરાઈ કરવા માટે રાત દિવસ ટીમો ઉતારી દેવામાં આવી છે. ત્યારે જુનાગઢ મહાનગરપાલિકા પણ સફાળી જાગી ઉઠી છે.
ત્યારે જુનાગઢમાં દાયકાથી વધુ સમયથી જૂનાગઢ સુરજ ફનવર્લ્ડ અને સુરજ સિને પ્લેકસ (કોલેજ રોડ)માં 11 વર્ષ ઉપરના સમયથી ફાયર એનઓસી જ નથી. નાના લોકો જેના કોઈ રાજકીય છેડા વગ નથી તેની ઉપર તવાઈ બોલાવાતી હતી જયારે આવા મોટા મગરમચ્છોને ત્યાં ગમે તેમ લોલંલોલ ચાલતું હતું.
મળતી વિગત મુજબ કોલેજ રોડ પરના સૂરજ ફનવર્લ્ડમાં અને સુરજ સિને પ્લેકસ રાજકીય વગ ધરાવતા વ્યકિતઓનું હોય તેમાં જુનાગઢ ફાયર ઓફીસર દ્વારા કયારેય ચેકીંગ કરવાની તસ્તી લેવામાં આવી નથી.