Poha Aloo Paratha Recipe: મોટાભાગના લોકોને પોહા ખાવા ગમતા હોય છે. પોહા સ્વાસ્થ્ય માટે સારા હોવાની સાથે ઘણા સ્વાદિષ્ટ હોય છે. પરંતુ શું તમે ક્યારેય પોહા પરોઠા ખાધા છે? આજે અમે તમને જણાવીશું પોહા પરોઠા બનાવવાની સરળ રેસીપી. પોહા પરાઠા સ્વાદિષ્ટ અને સોફ્ટ હોય છે. તેને ચા સાથે ખાવાની એક અલગ જ મજા છે. આ બનાવવા માટે પોહાની સાથે બટાકા અને લીલા વટાણાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જાણો સોફ્ટ પોહા પરાઠા બનાવવાની રેસિપી.
પોહા પરાઠા બનાવવા માટેની સામગ્રી
- પોહા (પૌઆ)
- લોટ
- બટાકા
- લીલા વટાણા
- બારીક સમારેલી ડુંગળી
- લીલું મરચું
- કસૂરી મેથી
- ચાટ મસાલો
- જીરું પાવડર
- મીઠું
પોહા પરાઠા બનાવવાની રીત
- પહેલા બટાકા અને વટાણાને બાફી લો.
- હવે પોહાને ધોઈને બે મિનિટ પાણીમાં પલાળીને રાખો.
- હવે પોહાને પાણીથી અલગ કરીને મેશ કરી લો.
- પોહામાં બાફેલા બટાકા, વટાણા અને લોટ મિક્સ કરી દો.
- આ મિશ્રણમાં ચાટ મસાલો, કસૂરી મેથી, ધાણાજીરું, જીરું પાવડર, લીલા મરચાં અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- હવે આ મિશ્રણનો નરમ લોટ બાંધી લો.
- મિશ્રણ પાતળું લાગે તો તેમાં થોડો વધુ ઘઉંનો લોટ ઉમેરીને સારી રીતે ભેળવી લો.
- લોટના નાના-નાના બોલ બનાવીને રોટલીની જેમ રોલ કરી લો.
- ગેસ પર નોન-સ્ટીક પેન અથવા તવો ગરમ કરો.
- પોહા પરાઠાને ધીમી આંચ પર શેકી લો.
- બંને બાજુ તેલ લગાવીને સારી રીતે શેકી લો.
- તૈયાર છે પોહા પરાઠા.
- ચટણી, દહીં સાથે સર્વ કરો.